રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૯.૨૦૨૬
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલોલ મસવાડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મસવાડ જી.આઈ.ડી.સી.માં પ્લોટ નં. ૩૬૨ ની બાજુમાં આવેલ ખુલ્લા પતરાના શેડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો/ક્વાટરીયા તેમજ બીયર ટીન મળી કુલ ૨૨૭ પેટીઓમળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૧૭,૧૮,૯૦૩ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગેરકાયદેસર જથ્થો મંગાવનાર આરોપી ઉપેન્દ્રસિંહ ઉર્ફે જીગો જોગેન્દ્રસિંહ રાઠોડ સામે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










