ઇન્ટરનેટ ન વાપરતા લોકો માટે માત્ર વોઇસ અને SMS વાળા સસ્તા પ્લાન પણ ઉપલબ્ધ થશે. : TRAI

મોબાઈલ રિચાર્જ કરાવતા સામાન્ય ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. સરકારે Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026 રજૂ કર્યા છે. આ નવા નિયમો હેઠળ હવે પ્રીપેડ ગ્રાહકો માટે પૂરા 30 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત જે લોકોને ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી, તેમના માટે માત્ર Voice (કોલિંગ) અને SMS વાળા સસ્તા પ્લાનનો વિકલ્પ પણ મળશે.

આ મહત્વપૂર્ણ ફેરફાર અંગે માહિતી આપતાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અત્યાર સુધી મોટાભાગની કંપનીઓ 28 દિવસની વેલિડિટી આપતી હતી, જેના કારણે યુઝર્સે વર્ષમાં 13 વખત રિચાર્જ કરાવવું પડતું હતું. પરંતુ હવે 30 દિવસની વેલિડિટીવાળા પ્લાન આવવાથી ગ્રાહકોનું કામ વર્ષમાં માત્ર 12 રિચાર્જમાં પૂરું થઈ જશે, જેનાથી સામાન્ય લોકોના પૈસાની સીધી બચત થશે.

આ નવા નિયમનો સૌથી મોટો ફાયદો એવા યુઝર્સને થશે જેમને મોબાઈલ પર ઈન્ટરનેટ ડેટાની જરૂર પડતી નથી. હવે તમામ ટેલિકોમ કંપનીઓએ માત્ર Voice અને SMS આધારિત પ્લાન ઓફર કરવા પડશે. ખાસ કરીને સાદો ફીચર ફોન વાપરતા વડીલો અને સામાન્ય લોકો કે જેઓ માત્ર વાતચીત અને મેસેજ માટે જ ફોન વાપરે છે, તેઓ પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ ઓછી કિંમતનો પ્લાન પસંદ કરી શકશે.

TRAI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દરેક મોબાઈલ યુઝરને મોંઘા ડેટા બંડલ પ્લાનની જરૂર હોતી નથી, તેથી દરેક ગ્રાહકને પોતાની આર્થિક ક્ષમતા મુજબ પ્લાન પસંદ કરવાની સુવિધા મળવી જોઈએ. 2024માં બારમો સુધારો લાવ્યા બાદ પણ બજારમાં માત્ર કોલિંગ અને SMS વાળા ટૂંકી મુદતના પ્લાનની અછત હતી અને મોટાભાગના પ્લાન લાંબી મુદતના હતા, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે વિકલ્પો સીમિત બની ગયા હતા. હવે આ તેરમા સુધારાથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટૂંકી મુદતના અને સસ્તા રિચાર્જ પ્લાન સરળતાથી ઉપલબ્ધ બનશે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો