વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સાપુતારા ઘાટમાર્ગમાં સાપુતારાથી નીચે ઉતરતા જ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં મરાઠી પરિવારની ટાટા નેક્સોન કાર (નંબર: MH 15 KC 7113) અને સુરતી પરિવારની ટોયોટા ઇનોવા ગાડી (નંબર: GJ 05 CK 8712) વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં ટાટા કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યુ હતુ અને એરબેગ્સ પણ ખુલી ગઈ હતી.આ દર્દનાક ઘટનામાં ગાડીમાં સવાર માં-દીકરી ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..









