ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજનાં IQAC વિભાગ અને વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭/૦૯/૨૦૨૬ને રવિવારના રોજ GKIQની પરીક્ષાનું આયોજન કૉલેજમાં કરવામાં આવ્યું હતું.વિશાળ સંખ્યામાં વિધાર્થી ભાઈ- બહેનોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.આ GKIQ ની પરીક્ષાનાં આયોજનનો મુખ્ય હેતુ કૉલેજના વિધાર્થીઓને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, GPSC, PSI, UPSC, NET, CAT, MAT, TAT, TET, તલાટી,ક્લાર્ક,રેલવે,પોલીસ, એલ.આઈ.સી. જેવી વિવિધ પરીક્ષાઓનો વિધાર્થીઓને પરીચય કરાવવાનો તથા તે દિશામાં વિધાર્થીઓનો એડવાન્સમાં ઘડતર થાય અને કૉલેજનાં વિદ્યાર્થીઓને માર્ગ દર્શન મળે એવા હેતુથી કૉલેજના પ્રિ.ડૉ.દિનેશકુમાર ચારણે પરીક્ષા પૂર્વે પ્રેરણા આપી હતી.આજના સ્પર્ધાત્મક પરીક્ષાઓના યુગમાં આ પ્રકારની પરીક્ષાઓ ખૂબ જ ઉપયોગી થાય અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય એવા ઉમદા હેતુથી સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો જેવા કે ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન,ગણિત,કમ્પ્યુટર, વર્તમાન ઘટનાઓ, ભારતીય બંધારણ અને તર્કશક્તિ સંબંધિત પ્રશ્નો તથા આકાર -પેટર્નની ઓળખ, શ્રેણીપૂર્ણ પ્રશ્નો,માનસિક ક્ષમતાના પ્રશ્નો થી વિધાર્થીઓ પરિચિત થાય અને જાહેર પરીક્ષાઓની પૂર્વ તૈયારી રૂપે આ પ્રકારની પરીક્ષાઓ આપવી કૉલેજનાં વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી છે.પરીક્ષાનું સંચાલન GKIQ ના કો-ઓર્ડીનેટર ડૉ. નરેશભાઈ ભુરીયા,ડૉ.રામ સોલંકી એ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530










