વિજાપુરમાં જશ્ને ગૌસે આઝમની ભવ્ય ઉજવણી મદરેસા-એ ગરીબ નવાઝના વિદ્યાર્થીઓની તકરીર, મનકબત અને નાઅતે પાકે ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા

વિજાપુરમાં જશ્ને ગૌસે આઝમની ભવ્ય ઉજવણી
મદરેસા-એ ગરીબ નવાઝના વિદ્યાર્થીઓની તકરીર, મનકબત અને નાઅતે પાકે ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા

oppo_0

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી

વિજાપુરવિજાપુરના સૈયદવાડા સ્થિત કસ્બા મસ્જિદ ખાતે આવેલા મદરેસા-એ ગરીબ નવાઝ દ્વારા શનિવારે ઈશાની નમાઝ બાદ જશ્ને ગૌસે આઝમ (રદિયલ્લાહુ તઆલા અન્હુ) તથા તઆલીમી ઇજલાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મદરેસાના વિદ્યાર્થીઓએ ધાર્મિક વિષયો પર સુંદર અને અસરકારક તકરીરો રજૂ કરી હતી. સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગૌસે આઝમની શાનમાં મનકબતો તેમજ નાઅતે પાકની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. બાળકોની આત્મવિશ્વાસભરી રજૂઆત અને મધુર અવાજે ઉપસ્થિત શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા અને લોકો ઝૂમી ઉઠ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કસ્બા મસ્જીદ ના પેશ ઇમામ મદરેસાના મૌલાના ઇન્સાફ અલી અનવારી સોહરવરદી બાડમેરી ધાર્મિક મહાનુભાવો ટ્રસ્ટી હાજી ઇદરીશ ખાન પઠાણ, સૈયદ નુરુલહસન બુખારી, સૈયદ સાદિક હુસેન, અઝાઝ સૈયદ ઉર્ફે અઝઝૂ ભાઈ,એ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત આશિકાને ગૌસે આઝમે કાર્યક્રમનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો