“જળ, જંગલ અને જમીન માટે એક થવું પડશે!” — પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું મોટું નિવેદન, જમીન માફિયાઓ સામે લડતનું આહ્વાન

“જળ, જંગલ અને જમીન માટે એક થવું પડશે!” — પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું મોટું નિવેદન, જમીન માફિયાઓ સામે લડતનું આહ્વાન

 

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓની જમીનો અને જંગલના હકોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવાએ એક વીડિયો નિવેદન જાહેર કરી ગંભીર આક્ષેપો કર્યા છે.મહેશ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આદિવાસીઓની જમીનોને લઈને ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક લોકો ‘ભગત’ કે ‘બાવા’ના સ્વાંગમાં આવી આદિવાસીઓની જમીનો પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે વધુમાં દાવો કર્યો હતો કે વર્ષ 2006 પહેલાંથી જમીનને લઈને વિવાદો હતા, પરંતુ હવે ખોટા દાવા અને સરકાર સાથે મળીને ખોટી એન્ટ્રીઓ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓની જમીનો પચાવી પાડવાના પ્રયાસો કરનારા લોકો સામે કોર્ટમાં પણ કાયદેસરની લડત લડવામાં આવશે.આ સાથે તેમણે પોતાના પિતા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના રાજકીય સંઘર્ષનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો હતો કે, તેમના શાસનકાળ દરમિયાન જમીનદારો સામે લડત કરવામાં આવી હતી અને આદિવાસી નેતાઓ સામે થયેલી ઘટનાઓ તથા છોટુભાઈ વસાવાની વિચારધારાને ખતમ કરવાના પ્રયાસોના ભાગરૂપે હાલની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.મહેશ વસાવાએ ભાજપ, RSS અને જમીન માફિયાઓને લઈને પણ આક્ષેપો કર્યા હતા. અંતે મહેશ વસાવાએ આદિવાસી સમાજને અપીલ કરી હતી કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોથી ઉપર ઊઠીને આદિવાસી સમાજે એક થઈને પોતાના જળ, જંગલ અને જમીનના હકો માટે લડવું જોઈએ.તેમણે જણાવ્યું હતું કે છોટુભાઈ વસાવાની લડત અને વિચારધારાને જીવંત રાખીને જમીન માફિયાઓ સામે એકતાથી અવાજ ઉઠાવવો પડશે. સાથે જ તેમણે શિડ્યુલ-5 હેઠળના વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ઈરફાન ખત્રી

રાજપારડી

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો