દેશભરના મોબાઈલ રિટેલર્સ UPI QR કોડને કાળા કપડાથી ઢાંકીને પેમેન્ટ નહીં સ્વીકારે !!!

દેશભરના મોબાઈલ ફોન રિટેલર્સ 2જી ઓક્ટોબરે ‘નો UPI ડે’ ની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના વિરોધમાં આ નિર્ણય લીધો છે. સંગઠનના જણાવ્યા મુજબ, ગાંધી જ્યંતિના દિવસે મોબાઈલ દુકાનદારો પોતાની દુકાનો પર લાગેલા UPI QR કોડને કાળા કપડાથી ઢાંકશે અને UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં. તેનો હેતુ સરકાર અને સંબંધિત પક્ષો સુધી રિટેલર્સની વ્યથા પહોંચાડવાનો છે.

AIMRA અનુસાર, સરકારે 15મી ઓક્ટોબરથી 2,000 રૂપિયાથી વધુના વ્યાપારી UPI ટ્રાન્સફર પર 0.4 ટકા શુલ્ક લાગુ કર્યો છે. જોકે, વ્યક્તિથી વ્યક્તિ (P2P) વચ્ચે થતી UPI લેવડદેવડ અને નાની ચુકવણીઓને આ ચાર્જમાંથી બહાર રાખવામાં આવી છે. મોબાઈલ રિટેલર્સનું કહેવું છે કે, દુકાનદારો માટે UPI ના ઉપયોગ પર MDR લાગુ થવાથી તેમના કારોબાર પર સીધી નાણાકીય અસર પડશે. આ મુદ્દાને લઈને સંગઠને નાણાં મંત્રી નિર્મલા સીતારામણને પણ રજૂઆત મોકલી છે.

AIMRA નું કહેવું છે કે આ ચાર્જની અસર ખાસ કરીને નાના મોબાઈલ રિટેલર્સની કમાણી પર પડશે. સંગઠને નાણાં મંત્રીને મોકલેલી રજૂઆતમાં અંદાજ લગાવ્યો છે કે દર મહિને UPI દ્વારા 5 લાખથી 30 લાખ રૂપિયાનો કારોબાર કરતા નાના દુકાનદારોને 2,000 થી 12,000 રૂપિયા સુધીનું ચોખ્ખું માસિક નુકસાન થઈ શકે છે. સંગઠનના જણાવ્યા મુજબ, આનાથી તેમની ચોખ્ખી આવકનો મોટો હિસ્સો ખતમ થઈ જશે. દેશભરના નાના મોબાઈલ રિટેલર્સ પર કુલ બોજ આશરે 40 કરોડ રૂપિયા પ્રતિ માસ અને લગભગ 500 કરોડ રૂપિયા વાર્ષિક પહોંચવાનો અંદાજ છે.

AIMRA નું કહેવું છે કે તેમનો વિરોધ UPI કે ડિજિટલ ઈન્ડિયાની વિરુદ્ધ નથી. સંગઠનના ઉપપ્રમુખ અને દિલ્હી-NCR વિસ્તારના પ્રમુખ તરવિંદર સિંહે કહ્યું કે, તેમની ચિંતા ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પર પડતા વધારાના આર્થિક બોજને લઈને છે. તેમનું કહેવું છે કે જો ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારવું હોય તો ડિજિટલ પેમેન્ટ આખી રિટેલ સિસ્ટમ માટે પરવડે તેવું હોવું જોઈએ. સંગઠન ઈચ્છે છે કે વેપારીઓ માટે UPI પેમેન્ટ પર ઝીરો MDR વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે. AIMRA ના મતે, ડિજિટલ પેમેન્ટ રિટેલ વેપારીઓ માટે વધારાનો આર્થિક બોજ બનવું જોઈએ નહીં. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે, તેમનો વિરોધ UPI કે ડિજિટલ ઈન્ડિયાની વ્યવસ્થા વિરુદ્ધ નથી.

તરવિંદર સિંહે કહ્યું, ‘જો આપણે ડિજિટલ ઈન્ડિયા ઈચ્છતા હોઈએ તો UPI ઝીરો MDR પર જ રહેવું જોઈએ. આ UPI કે ડિજિટલ ઈન્ડિયા વિરુદ્ધનો વિરોધ નથી. અમારી ચિંતા ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પર પડતા વધારાના નાણાકીય બોજ અંગે છે. જો ડિજિટલ ઈન્ડિયાને આગળ ધપાવવું હોય તો ડિજિટલ પેમેન્ટ સંપૂર્ણ રિટેલ સિસ્ટમ માટે પોષાય તેવું હોવું જોઈએ. અમારી સ્પષ્ટ માંગ છે કે UPI મર્ચન્ટ પેમેન્ટ ઝીરો MDR વ્યવસ્થા હેઠળ જ ચાલુ રહેવું જોઈએ.’

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો