નેપાળનાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા

કાઠમાંડુ : રવિવારે નેપાળનાં મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા થઇ ગયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭૧૨૬ મીટર ઉંચા હિમલંગ હિમાલ શિખરનાં બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઇ ગયો હતો. જેમાં ૯ પર્વતારોહકો અને ૧૩ સહાયક કર્મચારીઓ હતાં.
આ ઘટનૈા પછી લગભગ એક ડઝન લોકો લાપતા થયા છે તેમ આર્મ્ડ પોલીસ ફોર્સનાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શૈલેન્દ્ર થાપાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઘટનામાં જાનહાનિ થવાની પણ આશંકા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાપતા થયેલા તમામ લોકો નેપાળનાં નાગરિકો છે. બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગનાં ડાયરેક્ટર જનરલ રામ કૃષ્ણ લામિછાને જણાવ્યું હતું કે સત્તાવાળાઓ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે.
નેપાળનાં પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદ અને હિમવર્ષા વચ્ચે આ ઘટના બની છે. જેના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઇ છે.
મીડિયા અહેવાલ મુજબ ગુરુવારથી નેપાળથી પડી રહેલા સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની નવી ઘટનાઓ સામે આવી છે.
અનેક મકાનો તણાઇ ગયા છે અને રસ્તા પરની અવરજવર ખોરવાઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા આવેલા પૂરમાં ૧૪૫૩ લોકોનાં મોત થયા હતાં અને ૫૦૦૦થી વધુ લોકો લાપતા થયા હતાં.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો