ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન 23 રાજકીય પક્ષોએ 4000 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ

અમદાવાદ અને ગાંધીનગર CID ક્રાઇમમાં ગરીબ કલ્યાણ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને સત્યરક્ષક પાર્ટીના પ્રમુખ તેમજ ઓડિટર વિરુદ્ધ 2283 કરોડ રૂપિયાનું બોગસ ડોનેશન મેળવીને 800 કરોડ રૂપિયાથી વધુની કરચોરી કરવા અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી અને અન્ય સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન આશરે 23 જેટલા રાજકીય પક્ષો દ્વારા કુલ 4000 કરોડ રૂપિયાથી વધુની રકમનું બોગસ ડોનેશન મેળવવામાં આવ્યું હોવાનો ખુલાસો ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં થયો હતો. જેને પગલે આગામી દિવસોમાં વધુ 7 થી 8 રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણી તેમજ અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં અનેક રાજકીય પક્ષો નોંધાયેલા હતા. આ પૈકીના કેટલાક પક્ષોએ માત્ર નામપૂરતા ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ દરમિયાન કેટલીક પાર્ટીઓએ ચૂંટણી ફંડમાં 100 ટકા ટેક્સ મુક્તિ આપતી આવકવેરા કલમનો ગેરફાયદો ઉઠાવીને કાળા નાણાંની હેરફેર કરી હોવાની બાતમી ઇન્કમટેક્સ વિભાગને મળી હતી. આ માહિતીના આધારે 50થી વધુ રાજકીય પાર્ટીઓની ઓફિસ, તેમની સાથે સંકળાયેલા નેતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 23 જેટલી રાજકીય પાર્ટીઓએ આશરે 4000 કરોડ રૂપિયાનું બોગસ ડોનેશન લીધું હોવાનો પર્દાફાશ થયો હતો.

આ કૌભાંડ સંદર્ભે પ્રાથમિક તબક્કે ચાર રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલી ગરીબ કલ્યાણ પાર્ટી, ગાંધીનગરમાં આવેલી ભારતીય નેશનલ જનતા દળ, અમદાવાદના સૈજપુર ખાતે આવેલી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી તેમજ વિદ્યાનગરમાં આવેલી સત્યરક્ષક પાર્ટી સામે કુલ 2283 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન અંગે ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે CID ક્રાઇમ દ્વારા આ મામલે વધુ 7 થી 8 રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે, જેમાં 1200 થી 1500 કરોડ રૂપિયાના બોગસ ડોનેશનની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગના રડારમાં આવેલી રાજકીય પાર્ટીઓમાં ભારતીય નેશનલ જનતા દળ, ગરીબ કલ્યાણ પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઇન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી, જિલ્લા વિકાસ મંડળ, લોક કલ્યાણ મંચ, ભારતીય લોકતાંત્રિક પાર્ટી, ગુજરાત સંઘર્ષ સંગઠન, જનતા રાજ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, અખિલ ભારતીય યુવા વિકાસ પાર્ટી, માનવ અધિકાર નેશનલ પાર્ટી, હિંદુસ્તાન નિર્માણ દળ, સ્વરાજ્ય નવનિર્માણ સેના અને જન સેવા પાર્ટીનો સમાવેશ થાય છે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો