જુના ફુદેડા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા  અજગરનું સફળ રેસ્ક્યુ કરાયું ગ્રામજનોએ રાહત નો દમ લીધો વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામે મધરાતે વન વિભાગની ટીમે અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન્યજીવને બચાવ્યો

જુના ફુદેડા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા  અજગરનું સફળ રેસ્ક્યુ કરાયું ગ્રામજનોએ રાહત નો દમ લીધો
વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામે મધરાતે વન વિભાગની ટીમે અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન્યજીવને બચાવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામે વન્યપ્રાણી અજગર દેખાતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. અજગર જોવા મળતાં ગ્રામજનોએ તાત્કાલિક સામાજિક કાર્યકર તરુણ પટેલનો સંપર્ક કરી વન વિભાગને જાણ કરી હતી.
માહિતી મળતાં ફોરેસ્ટ અધિકારી પાયલબેન મધરાતના સમયે પણ સ્થળ પર પહોંચી ગયા હતા. વન વિભાગની ટીમે જરૂરી તકેદારી રાખી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગની ટીમ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીને પગલે ગ્રામજનોમાં રાહત પ્રસરી હતી. ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી કામગીરી કરવા બદલ ગ્રામજનોએ ફોરેસ્ટ અધિકારી પાયલબેન સહિત વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું કે, ગામ કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારનું વન્યપ્રાણી જોવા મળે ત્યારે લોકોમાં ગભરાટ ફેલાવવાને બદલે સુરક્ષિત અંતર જાળવવું જોઈએ. વન્યપ્રાણીને પકડવા કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ.
વન્યજીવ અને માનવજીવન બંનેની સુરક્ષા જળવાઈ રહે તે માટે લોકો તથા વન વિભાગ વચ્ચે સંકલન જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઘટના બાદ અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો