કાલોલ પોલીસ દ્વારા રતનપુરા નદીના પુલ પાસેથી રૂ. ૫.૮૯ લાખના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરફેર કરતી કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

તારીખ ૨૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસે રતનપુરા ગામે કરાડ નદીના પુલ પાસે વોચ ગોઠવીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક એસ-ક્રોસ કારને ઝડપી પાડી છે. પોલીસે રૂ. ૮૪,૮૧૬ ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫,૮૯,૮૧૬ નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની અટકાયત કરી છે.મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઇ આર ડી ભરવાડ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પીઆઈ આર ડી ભરવાડ ને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની સુઝુકી એસ-ક્રોસ ફોર-વ્હીલ ગાડી (નંબર: GJ-06-JM-6536) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને બોરૂ-બાકરોલ રોડ થઈ સાવલી તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી રતનપુરા ગામે કરાડ નદીના પુલ પાસે નાકાબંધી કરી હતી.શંકાસ્પદ ગાડી આવી પહોંચતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટ તથા ડીકીમાંથી વિદેશી દારૂના ક્વાટર અને ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો.જ્યાં કબ્જે કરાયેલ મુદ્દામાલની વિગત: ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી: ૨૪૦ ક્વાટર (કિંમત રૂ. ૩૨,૪૦૦) રોયલ સ્ટેગ વ્હીસ્કી: ૪૮ ક્વાટર (કિંમત રૂ. ૧૨,૯૬૦)માઉન્ટ્સ ૬૦૦૦ ટીન બીયર: ૨૮૮ ટીન (કિંમત રૂ. ૩૯,૪૫૬) કુલ દારૂ/બીયર: ૧૮ પેટીઓ (૫૭૬ નંગ, કુલ કિંમત રૂ. ૮૪,૮૧૬) સુઝુકી એસ-ક્રોસ કાર: કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ વીવો કંપનીનો મોબાઈલ: કિંમત રૂ. ૫,૦૦૦ પોલીસે કાર ચાલક અનિલભાઈ ભુપતસિંહ ચાવડા (ઉં.વ. ૩૫, રહે. સીતાપુરા, તા. સાવલી, જી. વડોદરા) ની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, આ દારૂનો જથ્થો મધ્ય પ્રદેશના કઠીવાડા બાજુથી અલગ-અલગ ઠેકાણેથી રોકડા રૂપિયા આપી ખરીદ્યો હતો અને ઘરે છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યો હતો.કાલોલ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ ASI વિરેન્દ્રસિંહ જાડેજાને સોંપી છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો