વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદમાં ખાનગી ગરબા આયોજનને લઈને ટિકિટના દર તથા જરૂરી પરવાનગીઓ બાબતે સવાલો ઉઠ્યા છે. ગરબા માટે ₹600 સુધીની ટિકિટ રાખવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે સામાન્ય અને શ્રમિક વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.
આયોજન માટે નગરપાલિકા, પોલીસ, ફાયર સેફ્ટી તથા અન્ય સંબંધિત સત્તાધિકારીઓની જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે કેમ? ટિકિટ વેચાણ માટે કાયદેસર પરવાનગી છે કે કેમ? તે અંગે સત્તાવાર સ્પષ્ટતા જરૂરી બની છે.
પરવાનગી પહેલાં ટિકિટ વેચાણ થયું હોય તો જવાબદારી કોની?
જાહેર કાર્યક્રમ માટે કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, અગ્નિ સુરક્ષા, પાર્કિંગ તથા જાહેર સલામતી અંગે જરૂરી મંજૂરી અને શરતોનું પાલન થયું છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.
₹600ની ટિકિટ કરતાં વધુ હવે લોકોની નજર સંબંધિત તંત્રની મંજૂરી અને કાર્યવાહી પર છે.








