ડાંગમાં ‘દિશા’ કમિટીની બેઠક: વિકાસ કાર્યોમાં ઢીલ નહીં ચલાવી લેવાય — સાંસદ ધવલભાઈ પટેલ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા માટે **ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)**ની બેઠક આહવા ખાતે યોજાઈ હતી. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદ ધવલભાઈ પટેલે અગાઉની બેઠકની કાર્યવાહી અને તેના અમલીકરણની સમીક્ષા કરી હતી. તેમણે ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખોને પોતાના તાલુકાની સમસ્યાઓ લેખિતમાં રજૂ કરી તેનો ઝડપી નિકાલ કરાવવા સૂચના આપી હતી. સરકારી કાર્યક્રમોનો મહત્તમ ઉપયોગ કરી છેવાડાના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા પણ અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં ગેરહાજર રહેલા અમલીકરણ અધિકારીઓ સામે સાંસદે નારાજગી વ્યક્ત કરી નોટિસ આપવા સૂચના આપી હતી. શાળાકીય બાંધકામ સહિતના વિકાસ કામોમાં ગુણવત્તા જળવાય અને કોઈપણ પ્રકારની ઢીલ કે કચાશ ચલાવી નહીં લેવાય તેવી સ્પષ્ટ ચેતવણી સાથે કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે પણ જિલ્લાના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરી પ્રજાને સુશાસનનો અનુભવ થાય તે દિશામાં કામગીરી કરવાની હિમાયત કરી હતી. જ્યારે ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે તમામ વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, રોજગાર, પોષણ, ડિજિટલ ભારત અને બેટી બચાવો-બેટી પઢાવો સહિત વિવિધ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના વિવિધ શાખાના ચેરમેનશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને દિશા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો