વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર ,તા-૨૮ સપ્ટેમ્બર : રાપર શહેર ખાતે વિકસિત ભારત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આંગણાનો ઉત્સવ આંગણ મિલન કાર્યક્રમમાં જે. પી. નગર આંગણવાડી ખાતે રાપર વિધાનસભાના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આંગણવાડી વર્કર અને તેડા ઘરના કર્મચારીઓનું સન્માન કર્યું હતું. ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદ કરવાના સંકલ્પ સાથે ગ્રાહકોને કાપડની થેલી વિતરણ કરવામાં આવી હતી. સ્વછતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતીરાપર ગુરુકુળ ખાતે વિકસિત ભારત અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લસ્ટર /QDC કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમે વિજેતા બનેલ વિદ્યાર્થીઓનું મોમેન્ટો અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.












