વિસાવદરના માંડાડડ ચોકડી પાસે પતારાના ગોડાઉનમાં ધમધમતો જુગારનો અખાડો ઝડપાયો : ૧૨ શખ્સો પોલીસ પકડમાં

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રેન્જના પોલીસ મહાનરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિશક સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગારની બદીને નેસ્તનાબુદ કરવા તથા ગેરકાયદે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા માટે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જે અન્વયે આઈ/સી મદદનીશ પોલીસ અધિક્ષક વિસાવદર હિતેષ ધાંધલ્યા તથા વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન પોલીસ સ્ટાફના રાકેશભાઈ બાઉવેદભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે માંડાવડ ગામના કીરીટભાઈ હીંમતભાઈ અખેણીયા (સોની)ની સોનીની માંડાડડ ચોકડી પાસે આવેલા પતારાના ગોડાઉનના મકાનમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ત્યાં જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ હોય, પોલીસે સ્થળ પરથી ૧૨ ઇસમોને રોકડ રુપિયા તથા મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો