જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના વિરાર ખાતેથી ઝડપી પાડતી જૂનાગઢ પેરોલ ફ્લો સ્ક્વોડ

જૂનાગઢ રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. ડી.પી. ભાટી તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતો.
દરમિયાન પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા દિવ્યેશકુમાર ધિરજલાલ ડાભી નાઓને ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી ચોક્કસ હકીકત મળેલ કે, જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નં. ૦૨૧૨/૨૦૦૨ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓ (૧) જયપ્રકાશ વૃજલાલ વલેચા (૨) વૃજલાલ મૂળચંદ વલેચા (બંને રહે. મહારાષ્ટ્ર વિરાર, મૂળ રહે. જૂનાગઢ આદર્શનગર-૨) પોતાના રહેણાક ખાતે હાજર છે.
જે હકીકતના આધારે એ.એસ.આઈ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા, પો.કોન્સ. દિવ્યેશકુમાર ધીરજલાલ ડાભી, રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પી.એસ.આઈ. પી.આર. બાલાસરાને સરદાર આરોપીને પકડી પાડવા માટે મહારાષ્ટ્ર ખાતે રવાના કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપી નં. (૧) જયપ્રકાશ વૃજલાલ વલેચા તેમની મયુર એસ્ટેટ, વિરાર, મહારાષ્ટ્ર ખાતેથી મળી આવતા તેઓને ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. તેમજ આરોપી નં. (૨) વૃજલાલ મૂળચંદ વલેચા અંગે પૂછપરછ કરતાં તેઓ વર્ષ ૨૦૨૧માં મરણ પામેલ હોય, જે અંગેનું મરણ પ્રમાણપત્ર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યું છે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો