જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક શારદાગ્રામ રોડ પર રાત્રે એક ફોરવ્હીલરને જોરદાર ટક્કર લાગી અને અંત

અંતે કાર પાનની દુકાનનું તોડી અંદર ધૂસી ગઈ..!મળતી વિગત મુજબ, રાત્રિના આશરે ત્રણ વાગ્યાના અરસામાં શારદાગ્રામ તરફથી આવી રહેલી અટીકા ફોર વ્હીલર ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો ફોરવ્હીલમા ધવાહનમાં ત્રણેક વ્યક્તિ સવાર હોવાનું જાણવા મળે છે. બસ સ્ટેશનથી થોડે આગળ ગુલઝાર પાનની દુકાન નજીક બનેલી ધટનામાં ફોર વ્હીલર બે-ત્રણ દુકાનોના થાંભલા અને અન્ય સામાનને અડફેટે લીધા હતા
ત્યારબાદ રસ્તાની બાજુમાં ઉભેલી અન્ય ફોર વ્હીલરને જોરદાર ટક્કર મારી તેને ખેંચતા પાનની દુકાનના સટર સાથે અથડાઈ હતી
વાહન દુકાનની અંદર ધૂસી ગયું હતું સદનસીબે દુકાન સાથે જ રહેલા મકાનમાં પરિવાર હોવા છતાં મોટી જાનહીન ટળી હતી
અકસ્માતનો જોરદાર ધડાકો સાંભળતા દુકાન માલિક સહિત આસપાસના લોકો ધરની બહાર અને ધટનાસ્થળે દોડી આવ્યા હતા
પ્રાથમિક માહિતી મુજબ ફોરવ્હીલમાં સવાર ત્રણેક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હોવાનુ જાણવા મળે છહકીકત અકસ્માત બાદ વાહનમાં પાણીન બોટલમાં પીણું તેમજ બિયરના ટિન જોવા મળ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બાબતે સત્તાવાર રીતે શું હકીકત છે તે તપાસનો વિષય છે.
——— રિપોર્ટર—— વસંતભાઈ અખિયા, માંગરોળ










