અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકામાં ‘વેલનેસ અવેરનેસ’ ની નવી પહેલ: ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને મહિલાઓ જોડાયા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકામાં ‘વેલનેસ અવેરનેસ’ ની નવી પહેલ: ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને મહિલાઓ જોડાયા

 

વિદ્યાર્થીઓની વોલન્ટિયર ટીમ તૈયાર: તણાવમુક્ત અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ

 

મુંદરા, તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬:

આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક સુખાકારી પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકામાં ‘વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ’ અંતર્ગત એક ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ વિવિધ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ગામોની મહિલાઓ માટે સતત જાગૃતિ સત્રો યોજવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં આ સરાહનીય પહેલ હેઠળ ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને બહેનો સક્રિયપણે જોડાઈ ચૂક્યા છે. આ જાગૃતિ સત્રો દરમિયાન ધ્યાન (મેડિટેશન), શ્વાસ પર એકાગ્રતા, સકારાત્મક વિચારસરણી, તણાવ નિવારણના વ્યવહારુ ઉપાયો, શરીરની ઊર્જા વધારવા તથા ખુશહાલ જીવન જીવવા અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

આ અભિયાનનું સૌથી મહત્વનું અને પ્રોત્સાહક પરિણામ એ આવ્યું છે કે હવે વિદ્યાર્થીઓની એક ઉત્સાહી વોલન્ટિયર ટીમ તૈયાર થઈ રહી છે. સત્રો દરમિયાન શીખવેલી બાબતોને વિદ્યાર્થીઓ પોતાના રોજિંદા જીવનમાં ઉતારવાની સાથે પરિવારજનોને પણ તેનો અમલ કરાવવા પ્રેરિત કરી રહ્યા છે. આનાથી વેલનેસની પ્રેક્ટિસ માત્ર એક વ્યક્તિ પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર પરિવાર અને સમાજ સુધી પહોંચી રહી છે.

આ સમગ્ર તાલીમ પ્રક્રિયામાં ડૉ. આર્યવ્રત દ્વારા વિદ્યાર્થીઓ અને બહેનોને સતત માર્ગદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી રહી છે. તેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સકારાત્મક અભિગમ અને પોતાના તેમજ પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદારીની ભાવના વિકસી રહી છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને મહિલાઓને માત્ર લાભાર્થી બનાવવાનો નથી, પરંતુ તેમને વેલનેસના ‘એમ્બેસેડર’ (સંદેશવાહક) તરીકે ઘડવાનો છે, જેથી તેઓ પોતાના ગામ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સક્રિય ભાગીદાર બની શકે.

આગામી દિવસોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના વધુને વધુ ગામો, શાળાઓ અને પરિવારો સુધી પહોંચીને માનસિક સુખાકારી અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો