MORBI:મોરબી વોર્ડ નં. ૬ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ૪ ઓક્ટોબરે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન

MORBI:મોરબી વોર્ડ નં. ૬ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ૪ ઓક્ટોબરે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નંબર ૬ ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને બાળકોની પ્રતિભાને બિરદાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. વોર્ડ નંબર ૬ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આગામી ૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘સરસ્વતી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાની યાદી મુજબ, વોર્ડ નંબર ૬ માં રહેતા કે.જી. (KG) તેમજ ધોરણ ૧ થી ૧૨ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓનું આ સમારોહમાં સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને પ્રોત્સાહિત કરી તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા પ્રેરણા મળે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

કાર્યક્રમની વિગત:તારીખ: ૦૪-૧૦-૨૦૨૬ (રવિવાર) સમય: સાંજે ૪:૦૦ કલાકે સ્થળ: સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી આ ગૌરવપૂર્ણ સમારોહમાં વોર્ડ નંબર ૬ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુંછે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો