ખેરગામનું ગૌરવ: મિશન ફળિયાની પ્રેઝી આહિરે વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો કાંસ્ય ચંદ્રક

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ/ગોવા:
ખેરગામ તાલુકા માટે રમતગમત ક્ષેત્રે ગૌરવભર્યા સમાચાર સામે આવ્યા છે. ખેરગામના મિશન ફળિયાની વતની પ્રેઝી ધનસુખભાઈ આહિરે ગોવાના બામ્બોલિમ ખાતે યોજાઈ રહેલી 37મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કરી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.તા. 27થી 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન બામ્બોલિમના અટલ એથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી ચેમ્પિયનશિપની Girls Under-16, 600 મીટર IG Pent – Finals (Event No. 128) સ્પર્ધામાં પ્રેઝી આહિરે 3064 પોઈન્ટ સાથે તૃતીય ક્રમ મેળવી કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો છે.આ સ્પર્ધામાં ગોવાની આર્ચી કટકરએ 3539 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ, જ્યારે શાયલા નાઈકએ 3256 પોઈન્ટ સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.ગુજરાત તરફથી ભાગ લેનારી અન્ય ખેલાડી ગવળી સ્નેહલબેન અનિલભાઈએ 2580 પોઈન્ટ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.પ્રેઝી આહિરની આ સિદ્ધિથી ખેરગામ તાલુકા તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે. તેમની સફળતા બદલ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્યશ્રી ભીખુભાઈ આહિર, બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલ, પરિવારજનો, કોચ, શાળા પરિવાર, શિક્ષણ જગત તથા રમતપ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.નાની વયે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં નોંધપાત્ર પ્રદર્શન કરી પ્રેઝી આહિરે ખેરગામની રમતગમત પ્રતિભાને નવી ઓળખ અપાવી છે. આગામી સ્પર્ધાઓમાં પણ તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરે અને ખેરગામ તથા ગુજરાતનું નામ રોશન કરે તેવી સૌ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો