18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

સ્થળ:કોડીનાર
તારીખ:૨૯.૦૯.૨૬

રેઝાંગ લા યુદ્ધના વીર જવાનોના શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા રક્ષા મંત્રાલય અને PMO સમક્ષ રજૂઆત.

ગુજરાતના યુવા સામાજિક આગેવાન આહીર ભાવેશ સોલંકી દ્વારા ભારત સરકારના રક્ષા મંત્રાલય સમક્ષ 18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ તરીકે જાહેર કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ભારતીય સૈન્ય ઇતિહાસમાં 18 નવેમ્બર,1962ના રોજ લડાયેલું રેઝાંગ લા યુદ્ધ ભારતીય જવાનોના અદમ્ય સાહસ,દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનનું પ્રેરણાદાયી પ્રકરણ છે. લદ્દાખના રેઝાંગ લા વિસ્તારમાં ભારતીય સેનાની કુમાઉં રેજિમેન્ટની 13મી બટાલિયનની ‘C’ કંપનીના જવાનોએ અત્યંત વિકટ પરિસ્થિતિમાં ચીની સેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો.
આહીર ભાવેશ સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે રેઝાંગ લા યુદ્ધમાં મોટી સંખ્યામાં આહીર સૈનિકોએ માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું,આ શૌર્યગાથાની સ્મૃતિને જીવંત રાખવા હરિયાણાના રેવાડી ખાતે સ્મારક તેમજ રેઝાંગ લા ખાતે ‘આહીર ધામ’ જેવા સ્મૃતિસ્થળો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
વીર જવાનોના બલિદાન અને શૌર્યને લોકમાનસ સુધી પહોંચાડવામાં પ્રસિદ્ધ કવિ પ્રદીપજીની રચના **“जब देश में थी दिवाली, वो खेल रहे थे होली”**નું પણ વિશેષ સ્થાન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આહીર ભાવેશ સોલંકીએ રક્ષા મંત્રાલયને વિનંતી કરી છે કે રેઝાંગ લા યુદ્ધના ઐતિહાસિક અને સૈન્ય મહત્વનું યોગ્ય રીતે અધ્યયન અને મૂલ્યાંકન કરવામાં આવે તથા આ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા માટે 18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’તરીકે જાહેર કરવાની દરખાસ્ત પર યોગ્ય સ્તરે વિચારણા કરવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે આ દિવસનો ઉદ્દેશ માત્ર કોઈ એક સમાજની શૌર્યગાથાને યાદ કરવાનો ન હોવો જોઈએ,પરંતુ રેઝાંગ લાના વીર જવાનોના સાહસ,રાષ્ટ્રપ્રેમ અને સર્વોચ્ચ બલિદાનને સમગ્ર દેશ સમક્ષ યાદ કરવાનો તથા નવી પેઢીને ભારતીય સૈનિકોના શૌર્ય અને દેશભક્તિમાંથી પ્રેરણા આપવાનો પણ છે.
આ રજૂઆત સાથે રેઝાંગ લા યુદ્ધ સંબંધિત ઉપલબ્ધ સામગ્રી અને અન્ય માહિતી પણ રક્ષા મંત્રાલયને મોકલવામાં આવી છે, જેથી યુદ્ધના ઐતિહાસિક મહત્વ અને વીર જવાનોના બલિદાનનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય.
આહીર ભાવેશ સોલંકીએ આશા વ્યક્ત કરી છે કે ભારત સરકાર આ માંગણી અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી,રેઝાંગ લાના વીર જવાનોના શૌર્ય અને બલિદાનને યોગ્ય રાષ્ટ્રીય સન્માન મળે તે દિશામાં જરૂરી કાર્યવાહી કરશે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો