નવસારી શહેરમાં ગણપતિ આગમનના નામે ધ્વનિ પ્રદૂષણના આક્ષેપો: કલેક્ટર કચેરી હરકતમાં

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

કનુભાઈ સુખડિયા કરેલી રજૂઆત બાદ પોલીસ, GPCB અને SDMને તપાસ- કાર્યવાહી માટે પત્ર; રાત્રે 10 બાદના અવાજ મામલે હવે તંત્રની નજર

ગણપતિ આગમન દરમિયાન જાહેર રસ્તાઓ તથા મંડળના સ્થળે લાઉડસ્પીકર સહિતના સાધનોના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવાતું હોવાના આક્ષેપો મામલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ અંગે અરજદાર કનુભાઈ સુખડિયાએ તા. 14 સપ્ટેમ્બર, 2026ના રોજ જિલ્લા કલેક્ટર અને નવસારી જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી.

આ રજૂઆતના સંદર્ભે હવે નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા તા. 28 સપ્ટેમ્બર, 2026ના પત્રથી પોલીસ અધિક્ષક, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તથા સંબંધિત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અરજી મોકલી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવાયું છે.

રજૂઆતમાં સુપ્રીમ કોર્ટ તથા ઉચ્ચ અદાલતોના આદેશો ઉપરાંત Noise Pollution (Regulation and Control) Rules, 2000 અને Environment (Protection) Act, 1986 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં ખાસ કરીને મોડી રાત્રે પ્રતિબંધિત સમય દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને ફટાકડા ફોડવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના પત્રમાં નોંધાયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ સંબંધિત અધિકારીઓને રજૂઆતની વિગતો ધ્યાને લઈ તાત્કાલિક નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરી અરજદારને પ્રત્યુત્તર આપવા જણાવ્યું છે. નવસારી કલેક્ટર કચેરીમાંથી ફરિયાદ સંબંધિત વિભાગોને મોકલવામાં આવતા હવે સમગ્ર મામલો તપાસના તબક્કે પહોંચ્યો છે. જાહેર રસ્તા કે ગણપતિ મંડળના સ્થળે ખરેખર નિયમવિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણ થયું હતું કે નહીં, રાત્રિના પ્રતિબંધિત સમયનો ભંગ થયો હતો કે નહીં અને જવાબદારી કોની બને છે, તે અંગે પોલીસ તથા પ્રદૂષણ નિયંત્રણ તંત્રની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.

આ મામલે ફરિયાદમાં કરાયેલા આક્ષેપો હાલ આક્ષેપો જ છે અને તેની સત્યતા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જોકે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ ફરિયાદને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હોવાથી હવે તંત્ર શું પગલાં લે છે તેના પર નવસારીની નજર રહેશે. ધાર્મિક કાર્યક્રમ હોય કે જાહેર કાર્યક્રમ—નિયમોનું પાલન કરાવવાની જવાબદારી તંત્રની છે. હવે આ ફરિયાદમાં તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો