‘ટ્રાયલ પહેલાંની અટકાયતને સજા ગણી શકાય નહીં’ : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી. કોઈ વ્યક્તિ સામેના આરોપો સાબિત થાય અને ટ્રાયલમાં ચુકાદો આવે તે પહેલાં, અટકાયતને સજાના સ્વરૂપ તરીકે ચાલુ રાખી શકાય નહીં.

મંગળવારે આ મહત્વપૂર્ણ અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી અટકાયત વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અંગેના પ્રશ્નો ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવાની કે નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની કોઈ વાજબી શક્યતા ન હોય.

રાજસ્થાનના પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)માં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે સંકળાયેલા ૨૦૨૪ના કેસમાં બે આરોપીઓને જામીન આપતી વખતે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ ટિપ્પણીઓ કરી હતી.

બેન્ચે નોંધ્યું હતું કે ફોજદારી કાયદાનો સ્થાપિત સિદ્ધાંત છે કે ટ્રાયલ પહેલાંની અટકાયતને સજા તરીકે જોઈ શકાય નહીં. જો નજીકના ભવિષ્યમાં ટ્રાયલનો નિકાલ વાજબી રીતે શક્ય ન હોય, તો બંધારણની કલમ ૨૧ હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે આ કેસની કાર્યવાહી હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. આરોપોને સાબિત કરવા માટે મોટી માત્રામાં પુરાવા રજૂ કરવાની જરૂર હોવાથી, ટ્રાયલ લાંબી ચાલવાની શક્યતા છે.

બેન્ચે સંજય બડાયા અને શુભાંશુ દીક્ષિત દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર આ આદેશ જારી કર્યો હતો. બંનેએ રાજસ્થાન હાઈકોર્ટના તેમના નિયમિત જામીન અરજીઓ ફગાવી દેવાના આદેશને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે બંને આરોપીઓ સામે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પ્રોસિક્યુશન (સરકારી પક્ષ)નો કેસ મુખ્યત્વે દસ્તાવેજી રેકોર્ડ અને ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે.

કોર્ટે અવલોકન કર્યું હતું કે આ પુરાવા સાથે ચેડાં કરવાની કોઈ શક્યતા નથી; તેથી, બંને વ્યક્તિઓને જામીન આપવામાં કોઈ અવરોધ નથી.

બેન્ચે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી હતી કે કેસમાં કેટલાક સહ-આરોપીઓને અગાઉ જ જામીન મળી ચૂક્યા છે. તેમાં PHED મંત્રી મહેશ ચંદ્ર જોશીનો સમાવેશ થાય છે, જેમને PMLA કેસમાં જામીન આપવામાં આવ્યા છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો