કિરીટ પટેલ બાયડ

નાગવેલ પ્રાથમિક શાળામાં તમાકુ મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો: વિજ્ઞાન શિક્ષિકાના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવવામાં દાતા તાલુકાની નાગવેલ પ્રાથમિક શાળામાં બાળકોને વ્યસનમુક્ત બનાવવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ તમાકુ મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ, આરોગ્ય શાખા, પાલનપુરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.યાકાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા તમાકુ નિયંત્રણ એકમમાંથી પધારેલા સાયકોલોજિસ્ટ અને કાઉન્સિલર શ્રી નાદોલીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કઈ રીતે તમાકુ, ગુટખા અને સિગારેટ જેવા વ્યસનો માનવ શરીર અને મગજ પર નુકસાનકારક અસરો કરે છે. તેમણે બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વ્યસનોથી કાયમ માટે દૂર રહેવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વિજ્ઞાન શિક્ષિકા હંસાબા ચૌહાણની પ્રશંસનીય કામગીરીઆ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી હંસાબા ચૌહાણ દ્વારા છેલ્લા ત્રણથી ચાર મહિનાથી કરવામાં આવતી નિષ્ઠાવાન કામગીરી રહી હતી.
આશ્રીમતી હંસાબા ચૌહાણે છેલ્લા કેટલાક સમયથી શાળાના બાળકો પડીકા, પાન, સોપારી તેમજ તમાકુયુક્ત મસાલા જેવા હાનિકારક વ્યસનોના રવાડે ન ચડે તે માટે સતત અને અથાક પ્રયાસો હાથ ધર્યા હતા. તેઓ રોજબરોજ બાળકોને કાઉન્સિલિંગ કરી વ્યસનના દુષ્પરિણામોથી માર્ગગત કરતા હતા. તેમના આ સતત માર્ગદર્શન અને પ્રયાસોના પરિણામે શાળાના ઘણા બાળકોએ મસાલા-પડીકા જેવા ઘાતક વ્યસનો હંમેશા માટે છોડી દીધા છે.બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને તેમને વ્યસનમુક્ત કરવા માટે શ્રીમતી હંસાબા ચૌહાણે કરેલી આ ડાઘ વગરની અને નિષ્ઠાવાન સેવાની ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો અને અધિકારીઓ દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી હતી. કાર્યક્રમમાં તેમની આ લોકઉપયોગી કામગીરીને ખુલ્લા દિલથી બિરદાવી તેમની પ્રશંસા કરવામાં આવી હતી. અંતે, શાળાના તમામ બાળકોએ ભવિષ્યમાં ક્યારેય વ્યસન ન કરવાના શપથ લીધા હતા










