ફૈઝ ખત્રી..શિનોર
શિનોર મુકામે આવેલી જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2026 અંતર્ગત ખો-ખો અને રસ્સા ખેંચની મેચો યોજાઈ હતી. જેમાં અંડર-14, અંડર-17 તેમજ ઓપન એજ ગ્રુપના ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ખેલ મહાકુંભ 2026 અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલી જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખો-ખો અને રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખો-ખોની સ્પર્ધામાં કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે રસ્સા ખેંચની સ્પર્ધામાં ઓપન એજ ગ્રુપના ભાઈઓની કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધા દરમિયાન તમામ ખેલાડીઓએ ઉત્સાહ અને રમતગમતની ભાવના સાથે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.










