ધ્રાંગધ્રામાં રૂ.60.50 લાખની છેતરપિંડી કેસ: બેંકના માજી કર્મચારીને ચાર કેસમાં 8 વર્ષની કેદ

તા.02/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત એક્સિસ બેંકના પૂર્વ કર્મચારી દ્વારા રોકાણ બમણું કરવાની લાલચ આપી આચરાયેલી લાખો રૂપિયાની છેતરપિંડી અને ચેક રિટર્ન સંબંધિત ચાર અલગ- અલગ કેસોમાં ધ્રાંગધ્રા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપીને દોષિત ઠેરવી કુલ ૮ વર્ષની કેદની સજા ફટકારી છે તથા ફરિયાદીને રૂ. ૬૦.૫૦ લાખ રકમ પરત ચુકવવાનો આદેશ કર્યો છે. કેસની મળતી વિગતો અનુસાર, ધ્રાંગધ્રાની એક્સિસ બેંકમાં પૂર્વ કર્મચારી તરીકે ફરજ બજાવતા ધવલભાઈ પુષ્કરભાઈ આચાર્યએ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન સ્થાનિક રહિશ જીગ્નેશભાઈ રતિલાલભાઈ સોમપુરાનો સંપર્ક કર્યો હતો. આરોપીએ જીગ્નેશભાઈને પોતાની યોજનાઓમાં રોકાણ કરવાથી નાણાં ટૂંક સમયમાં બમણા થઈ જશે તેવી લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. આ ઝાંસામાં આવીને જીગ્નેશભાઈએ તબક્કાવાર કુલ રૂ. ૬૦.૫૦ લાખની રકમ ધવલભાઈને આપી હતી. નાણાં મેળવ્યા બાદ સુરક્ષા અને ખાતરીના ભાગરૂપે ધવલભાઈએ જીગ્નેશભાઈને પોતાની બેંકના ચાર અલગ-અલગ ચેક આપ્યા હતા. નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જ્યારે આરોપી દ્વારા નાણાં પરત ચૂકવવામાં ન આવ્યા, ત્યારે ફરિયાદી જીગ્નેશભાઈએ આપેલા ચારેય ચેક પોતાની બેંકમાં જમા કરાવ્યા હતા. જોકે, આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચારેય ચેક રિટર્ન થયા હતા. આ અંગે જીગ્નેશભાઈએ ધ્રાંગધ્રા કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચાર અલગ-અલગ કેસ નોંધાવ્યા હતા. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના વિદ્વાન વકીલ સહદેવસિંહ જાડેજાએ ધારાસભ્યો અને મહત્વના પુરાવાઓ રજૂ કરી બળકટ દલીલો કરી હતી. કોર્ટે ફરિયાદી પક્ષની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આરોપી ધવલભાઈ પુષ્કરભાઈ આચાર્યને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે ચારેય કેસમાં પ્રત્યેક કેસ દીઠ ૨-૨ વર્ષની સજા ફટકારીને કુલ ૮ વર્ષની સાદી/ કેદની સજાનો હુકમ કર્યો છે. આ સાથે જ આરોપીને ફરિયાદી જીગ્નેશભાઈને છેતરપિંડીની સમગ્ર રકમ રૂ. ૬૦.૫૦ લાખ પરત ચૂકવી આપવાનો આદેશ પણ ફરમાવ્યો છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો