MORBI:મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખનું નામ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી, કારોબારી સભ્યો, ખજાનચી, મીડિયા કન્વીનર સહિતના તમામ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પદે થોડા સમય પહેલા મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર)નું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે જિલ્લા રાજપૂત સમાજની કારોબારીની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં મહામંત્રી પદે મહાવીરસિંહ જે. જાડેજા (સગાડીયા) તથા ઉપપ્રમુખમાં મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલી), પ્રવિણસિંહ બી. ઝાલા (જુના સદુળકા), અનિરુદ્ધસિંહ પી. જાડેજા (વાધરવા) જશવંતસિંહ એચ. ઝાલા (કટુડા), રાજેન્દ્રસિંહ પી. ઝાલા (પંચાસર), વિરપાલસિંહ એન. ઝાલા (પંચાસર) અને ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શનાળા)નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પાંચ તાલુકાના કન્વીનરોમાં મોરબી તાલુકામાં ક્રિપાલસિંહ જે. જાડેજા અને અજયસિંહ આર. જાડેજા, ટંકારા તાલુકામાં ગિરિરાજસિંહ એચ. જાડેજા, ધર્મરાજસિંહ બી. ઝાલા અને કિરીટસિંહ બી. ઝાલા, વાંકાનેર તાલુકામાં રાજેન્દ્રસિંહ પી. જાડેજા અને કૃષ્ણસિંહ એ. ઝાલા, હળવદ તાલુકામાં મહિપાલસિંહ વી. ઝાલા અને સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ માળિયા તાલુકામાં ભરતસિંહ એમ. પરમાર, ધ્રુવરાજસિંહ ડી. જાડેજા અને જનકસિંહ એચ. જાડેજા તેમજ બે મીડિયા કન્વીનરમાં મહેન્દ્રસિંહ ડી. જાડેજા (મોટા ભેલા) અને બ્રિજરાજસિંહ સી. ઝાલા (ખાગેશ્રી)નો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આઠ સહમંત્રી, આઠ સંગઠન મંત્રી, પાંચ સાંસ્કૃતિક મંત્રી અને 24 કારોબારી સદસ્યના નામ જાહેર કરવામાં આવેલ.
શ્રી મોરબી રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (સગારીયા), મહાવીરસિંહ (ચાંદલી) , મહાવીરસિંહ (વીરપરડા) કર્મરાજસિંહ (મોટાભેલા) સહિત સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવાયેલ..આ પ્રસંગે નવી કારોબારીની રચના ,પરિચય અને સ્નેહમિલન કાર્યક્રમ મોરબી વેજિટેબલ રોડ સ્થિત શ્રી પંચમુખી હનુમાનજી મંદિર સંચાલક પ્રહલાદસિંહની નિશ્રામાં યોજાયેલ.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજપૂત યુવા સંઘના નિરુભા ઝાલા દ્વારા કરવામાં આવેલ..













