ખેરગામમાં યોજાયેલી ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ: સભા ઉગ્ર બની

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ:જિલ્લા વિકાસ અધિકારી સાહેબના આદેશાનુસાર આજે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ શ્રીમતી ઝરણાબેન ડી. પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડ (ન્યુ અલાઈનમેન્ટ) માટે થનારા જમીન સંપાદનનો મુદ્દો આવતાં જ સ્થિતિ ગંભીર બની હતી. બાયપાસ રોડમાં જમીન ગુમાવનારા સ્થાનિક ખેડૂતોએ આ સંપાદન સામે સખત આક્રોશ વ્યક્ત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોડ સંપાદન અંગેની ચર્ચાઓ અત્યંત ગરમાતાં ગ્રામસભાનું વાતાવરણ તંગ બની ગયું હતું.  બાયપાસ રોડના વિવાદ અને ઉગ્ર ચર્ચાઓના કારણે ગ્રામજનો દ્વારા લાવવામાં આવેલા પ્રાથમિક અને લોકપ્રશ્નો જેવા કે પીવાના પાણીની સમસ્યા, ટ્રાફિકની જટિલ સમસ્યા, આર.એન્ડ.બી. (R&B) વિભાગ દ્વારા ગટર લાઈનના કામ દરમિયાન ખાનગી ગટર લાઈનો જોડી દેવા અંગેના વિવાદ, સ્ટ્રીટ લાઈટ તેમજ કચરા વ્યવસ્થાપન જેવા અનેક ગંભીર પ્રશ્નો પર યોગ્ય ચર્ચા થયા વિના જ રહી ગયા હતા.ત્યારબાદ સાયબર સુરક્ષા અંગેના એજન્ડા હેઠળ ખેરગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી પીનલ ચૌધરીએ હાજર રહીને ગ્રામજનોને સાયબર ક્રાઈમથી બચવા અને જાગૃત રહેવા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ માર્ગદર્શન બાદ ગ્રામ પંચાયતની આ ગ્રામસભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો