દાહોદમાં ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી: ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરાયા

તા.૦૨.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી: ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરાયા

દાહોદના ગાંધી ગાર્ડન ખાતે ૨ ઓક્ટોબર રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીનજન્મજયંતીના પાવન અવસરે દાહોદ શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપલક્ષમાં દાહોદના સ્ટેશન રોડ પર આવેલા ઐતિહાસિક ગાંધી ગાર્ડન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન વંદન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીજીના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં દાહોદના લોકપ્રિય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકાના પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, સંગઠનના હોદ્દેદારો તેમજ દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતા અને અહિંસાના માર્ગે ચાલવાના સંકલ્પને દોહરાવ્યો હતો.ગાંધી જયંતીના પાવન પર્વ નિમિત્તે આજરોજ દાહોદ ભાજપ દ્વારા સ્ટેશન રોડ સ્થિત ગાંધી ગાર્ડન ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી ભાવવંદન કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા સહિત નગરપાલિકાના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો