રાજપીપલા શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આંતર કોલેજ જિમ્નાસ્ટિક્સ અને મલખમ સ્પર્ધા યોજાઈ

રાજપીપલા શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આંતર કોલેજ જિમ્નાસ્ટિક્સ અને મલખમ સ્પર્ધા યોજાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ જિમ્નાસ્ટિક્સ તથા મલખમ સ્પર્ધાનું આયોજન શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે તારીખ ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ મંગરોલાએ ઉપસ્થિત ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે રમતગમત વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ સાથે તેમના આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમભાવનાના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના જિમખાના વિભાગના ચેરમેન ડૉ. રાહુલ ઠક્કર તથા ડૉ. કમલ ચૌહાણના માર્ગદર્શન અને આયોજન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ તથા રમતગમત વિભાગના સભ્યોએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. મિનેશ નિઝામા, એન.આઈ. એસ. કોચ કનુભાઈ રાઠોડ તથા હર્ષિદાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓના પ્રદર્શનનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી સ્પર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્પર્ધાના સફળ આયોજન માં મદદરૂપ બદલ શ્રી છોટુભાઈ પુરાણી કોલેજ ઓફ ફિજિકલ એજ્યુકેશન ના સ્ટાફનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો