MORBI:મોરબી ચોરાયેલા બાઈકનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતનો લપડાક, વ્યાજ સહિત વળતર ચૂકવવા આદેશ

MORBI:મોરબી ચોરાયેલા બાઈકનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતનો લપડાક, વ્યાજ સહિત વળતર ચૂકવવા આદેશ

મોરબી:જેતપર (મચ્છુ) ગામના રહેવાસીનું ચોરાયેલું મોટરસાયકલનો વીમો નકારી કાઢનાર ખાનગી વીમા કંપની સામે ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી ગ્રાહક અદાલતમાં લડત ચલાવી અરજદારને ન્યાય અપાવવામાં આવ્યો છે. નામદાર ગ્રાહક અદાલતે વીમા કંપનીની સેવામાં ખામી ગણી ગ્રાહકને આઈ.ડી.વી. કિંમત અને ખર્ચ સહિતની રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

જેતપર (મચ્છુ) ગામના વતની શ્રી તરુણકુમાર ભાણજીભાઈ અઘારા (પટેલ)નું મોટરસાયકલ તા. ૨૭/૦૧/૨૦૨૪ના રોજ રવિરાજ ચોકડી પાસે આવેલ પાટીદાર સ્ટોન નામના કારખાનામાંથી ચોરાઈ ગયું હતું. આ બાઈકનો વીમો ‘ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપની’ પાસે ઉતરાવેલો હતો.

બાઈક ચોરી થયા બાદ ગ્રાહકે તમામ જરૂરી કાગળો અને વાહનને લોક કરેલું હોવાના તમામ પુરાવા રજૂ કરવા છતાં, વીમા કંપનીએ રેપ્યુડ લેટર આપી ક્લેઈમ નામંજૂર કરી દીધો હતો અને વીમો આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

ગ્રાહક અદાલતમાં લડત અને હુકમ – વીમા કંપનીના અન્યાયી વલણ સામે શ્રી તરુણકુમારે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. મંડળના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં વીમા કંપની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, ગ્રાહકે નિયમિત પ્રીમિયમ ભરીને પોલિસી લીધી હોવાથી કંપની આ રીતે રેપ્યુડ લેટર આપીને હાથ અધ્ધર કરી શકે નહીં, જે કંપનીની સેવામાં ગંભીર ખામી દર્શાવે છે. અદાલતે વીમા કંપનીને નીચે મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો છે:વાહનની આઈ.ડી.વી. કિંમત: રૂા. ૨૩,૫૦૦/-અરજી ખર્ચ: રૂા. ૨,૫૦૦/- કુલ રકમ: રૂા. ૨૬,૦૦૦/-આ સમગ્ર રકમ બે માસની અંદર ચૂકવી આપવાનો આદેશ કરાયો છે. જો વીમા કંપની નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે, તો ૯ ટકાના વ્યાજ સાથે આ રકમ ચૂકવવાની રહેશે.

ગ્રાહકોને પોતાના હક માટે જાગૃત બનવા અપીલ – ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે કોઈપણ ગ્રાહક સાથે અન્યાય થાય ત્યારે પોતાના હક અને હિત માટે આગળ આવવું જોઈએ. છેતરાયેલા કે અન્યાયનો ભોગ બનેલા ગ્રાહકો મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી શકે છે:શ્રી લાલજીભાઈ મહેતા (પ્રમુખ) – મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ શ્રી રામભાઈ મહેતા (મંત્રી) – મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮ શ્રી બળવંતભાઈ ભટ્ટ (ઉપપ્રમુખ) – મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫ શ્રી હિતેશભાઈ મહેતા (ઉપપ્રમુખ) – મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો