ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. કેમ્પસમાં કલા ઉત્સવ : ચાર જિલ્લાની ૪૯ કોલેજના ૧૦૧૦ કલાકારો વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નૂતન કેમ્પસ ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઠમા યુવક મહોત્સવ (કલા ઉત્સવ-૨૦૨૬)નું આયોજન કરવામાં આવ્યું છે. ૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજ્ય સરકારના મંત્રીઓ, સામાજિક-રાજકીય આગેવાનો અને કલા-સાહિત્ય ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ મહોત્સવ શરૂ થશે.
કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાનાર આ મહોત્સવ પૂર્વે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રેકોર્ડિંગ સ્ટુડિયો, ગેસ્ટ હાઉસ, કમ્પ્યુટર સેન્ટર, વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ બિલ્ડિંગ, આર્કિયોલોજી એન્ડ હિસ્ટ્રી/લેંગ્વેજીસ બિલ્ડિંગ તેમજ વાઇસ ચાન્સલર બંગલોનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે સોલાર સિસ્ટમનું લોકાર્પણ પણ થશે. કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતી કલા યાત્રા યુનિવર્સિટીના માર્ગો પર નીકળશે.
આ કલા મહોત્સવમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૪૯ કોલેજોમાંથી ૭૭૮ સ્પર્ધકો અને ૨૩૨ સાથી સહાયકો મળી કુલ ૧૦૧૦ કલાકારો ભાગ લેશે. જેમાં સંગીત વિભાગ હેઠળ શાસ્ત્રીય કંઠ્ય, વાદ્ય, પશ્ચિમી વાદ્ય-કંઠ્ય, સુગમ સંગીત, સમૂહગીત, ભજન, દુહા-છંદ, લોકગીત અને નરસિંહ મહેતા પદગાન સ્પર્ધાઓ યોજાશે. નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, આદિવાસી નૃત્ય, પ્રાચીન રાસ અને શાસ્ત્રીય નૃત્ય તેમજ સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ, ડીબેટ, ક્વિઝ, કાવ્ય પઠન અને શોર્ટ ફિલ્મ નિર્માણ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત નાટ્ય વિભાગમાં એકાંકી, લઘુનાટક, મૂકાભિનય, મિમિક્રી અને લલિતકલા વિભાગમાં તત્કાલ ચિત્ર, રંગોળી, પોસ્ટર મેકિંગ, કાર્ટૂનિંગ, ક્લે મોડેલિંગ, ફોટોગ્રાફી, મહેંદી, ઇન્સ્ટોલેશન અને કોલાઝ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની કલા રજૂ કરશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો