WAKANER:વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણના વિવાદમાં આધેડની હત્યા: પોલીસે ગણતરીના કલાકોમાં ૮ આરોપીઓને દબોચી લીધા

WAKANER:વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણના વિવાદમાં આધેડની હત્યા: પોલીસે ગણતરીના કલાકોમાં ૮ આરોપીઓને દબોચી લીધા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ખાનપર ગામે ૭ ઓક્ટોબરની રાત્રે પ્રેમપ્રકરણના વિવાદને પગલે જૂથ અથડામણ થતાં સગરામભાઈ સામતભાઈ સરવૈયા નામના આધેડનું મોત નીપજ્યું હતું. હત્યાની આ ગંભીર ઘટના બાદ વાંકાનેર તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ૮ શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ઘટનાની વિગત પોલીસના જણાવ્યા અનુસાર, ખાનપર ગામની એક યુવતી દક્ષનભાઈ મકવાણા સાથે જતી રહી હોવાની જાણ થતાં યુવતી પક્ષના લોકો દક્ષનભાઈના ઘરે પહોંચ્યા હતા. આ બાબતે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં હિંસક મારામારીમાં પરિણમી હતી. મારામારી દરમિયાન લાકડી અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવતા સગરામભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.ઝડપાયેલા ૮ શંકાસ્પદ આરોપીઓ: દેવાભાઈ ઉકાભાઈ મકવાણા ,દક્ષનભાઈ દેવાભાઈ મકવાણા ,વિપુલભાઈ દેવાભાઈ મકવાણા ,રાજુભાઈ છનાભાઈ મકવાણા ,મનસુખભાઈ ઉકાભાઈ મકવાણા ,ભરતભાઈ મનસુખભાઈ મકવાણા ,વીરમભાઈ મનસુખભાઈ મકવાણા ,જેમાભાઈ સોમાભાઈ મકવાણા પોલીસની ત્વરિત તપાસ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ તથા સબ-ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા સહિતના કાફલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી. પોલીસે સ્થળ તપાસ અને ટેકનિકલ માહિતીના આધારે ગણતરીના કલાકોમાં તમામ ૮ શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા હતા.હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને ઘટનાનું મૂળ કારણ અને દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો