અરવલ્લીમાં ABVP દ્વારા પ્રથમવાર ‘GEN Z વિથ ABVP’ પ્રિ-નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ABVP દ્વારા પ્રથમવાર ‘GEN Z વિથ ABVP’ પ્રિ-નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન

મોડાસા, અરવલ્લી:

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), અરવલ્લી દ્વારા રાષ્ટ્રીય કલામંચના માધ્યમથી ‘માં જગદંબા નવલી રાત’ પ્રિ-નવરાત્રિ મહોત્સવનું અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘GEN Z વિથ ABVP’ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

કાર્યક્રમની શરૂઆત મા જગદંબાની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે આમંત્રિત મહેમાનોનું તુલસીના છોડ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા ધાર્મિક ઉત્સવની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ABVP દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવતા મોડાસા શહેરની વિવિધ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પ્રિ-નવરાત્રિ મહોત્સવમાં જોડાવાની તક મળી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ગરબે ઘૂમી નવરાત્રિના રંગમાં રંગાઈને ઉત્સવનો આનંદ માણ્યો હતો

પાર્ટી પ્લોટમાં બનાવવામાં આવેલો ‘GEN Z વિથ ABVP’ સેલ્ફી પોઇન્ટ યુવાનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં વિદ્યાર્થીઓએ સેલ્ફી લઈને કાર્યક્રમની યાદોને કેમેરામાં કેદ કરી હતી.નવરાત્રિના પવિત્ર પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ABVP દ્વારા આયોજિત આ પ્રિ-નવરાત્રિ મહોત્સવે યુવાનોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જ્યો હતો. ધાર્મિક આસ્થા, પર્યાવરણ જતન અને યુવા સંસ્કૃતિના સમન્વય સાથે યોજાયેલા આ કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો