રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૧૦.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તા.8 ઓક્ટોબર ગુરુવારના રોજ નવરાત્રીના પાવન પર્વ દરમિયાન દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવાગઢના તારાપુર દરવાજાથી ત્રિકોણિયા રસ્તા સુધી હાથ ધરાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આપાતકાલીન પરિસ્થિતિઓ સામે ત્વરિત અને અસરકારક કામગીરી કરવાનો હતો.આ મોકડ્રીલ “અતિશય ભીડ અને નાસભાગ દરમિયાન તબીબી સહાયની જરૂરિયાત ના વિષય પર આધારિત હતી.આ કવાયતમાં વિવિધ સુરક્ષા અને રાહત એજન્સીઓ વચ્ચેનું સંકલન ચકાસવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વિભાગ (ભીડ અને ટ્રાફિક નિયંત્રણ માટે) ફાયર બ્રિગેડ (રેસ્ક્યૂ કામગીરી માટે) ૧૦૮ એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટીમ (ત્વરિત સારવાર માટે) એસ.ડી.આર.એફ. (SDRF) (બચાવ કામગીરી માટે)તમામ બચાવ દળોએ સમયસર પહોંચીને ઇમરજન્સી પરિસ્થિતિને કેવી રીતે કંટ્રોલમાં લેવી અને પીડિતોને ઝડપથી તબીબી સારવાર પૂરી પાડવી તેનું સફળ પ્રદર્શન કર્યું હતું. આ મોકડ્રીલથી તંત્રની સજ્જતા વધુ મજબૂત બની છે.











