MORBI:મોરબી મનપા સ્ટેન્ડિંગ કમિટી: રહેણાંક મિલકતોને ફાયર ચાર્જમાંથી મુક્તિ, ડબલ મિલકત નોંધણી રદ કરાશે

MORBI:મોરબી મનપા સ્ટેન્ડિંગ કમિટી: રહેણાંક મિલકતોને ફાયર ચાર્જમાંથી મુક્તિ, ડબલ મિલકત નોંધણી રદ કરાશે

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફાયર સેવાના નવા દર, મિલકતવેરાની ડબલ નોંધણી અને નવા બિલ્ડિંગના ખર્ચ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર નિર્ણયો અને દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાના જણાવ્યા અનુસાર, સામાન્ય નાગરિકોને રાહત આપતાં મનપા હદ વિસ્તારમાં આવેલી તમામ રહેણાંક મિલકતોને ફાયર સેવા ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જોગવાઈ દરખાસ્તમાં કરાઈ છે.

મનપા હદમાં ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો: ૮ કલાક સુધીના ફિક્સ ચાર્જમાં ૫૦ ટકા રાહત આપી રૂ. ૨,૫૦૦ નક્કી કરવાની દરખાસ્ત.મનપા હદ બહાર: ૮ કલાક સુધીનો લઘુત્તમ ફિક્સ ચાર્જ રૂ. ૫,૦૦૦ રહેશે.વધારાનો સમય અને અંતર: ૮ કલાકથી વધુ સમય માટે પ્રતિ કલાક રૂ. ૫૦૦ તથા પ્રતિ કિલોમીટર રૂ. ૫૦ ચાર્જ વસૂલાશે.

મિલકતવેરામાં ડબલ નોંધણી અંગે સતત ઉઠતી ફરિયાદોના નિવારણ માટે મનપા તંત્ર દ્વારા રેકોર્ડની સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે. યોગ્ય તપાસ બાદ ડબલ એન્ટ્રીઓ રદ કરી માત્ર એક જ માન્ય નોંધણી રાખવામાં આવશે.દરમિયાન, મોરબી મહાનગરપાલિકાના નવા ભવનના નિર્માણમાં થયેલા વધારાના ખર્ચ અંગેના નિર્ણયને હાલ પૂરતી જરૂરી સરકારી ગ્રાન્ટના અભાવે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો