બીલીમોરા–વઘઈ 100 વર્ષ જૂની રેલવે લાઇનને હેરિટેજ દરજ્જો આપવા સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગની ઐતિહાસિક નેરોગેજ ટ્રેનમાં વધારાના કોચ, પ્લેટફોર્મ સુધારણા અને આહવા ખાતે રિઝર્વેશન કાઉન્ટર ફરી શરૂ કરવાની માંગ

વલસાડ સંસદીય ક્ષેત્રના રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે લોકસભાના વહીપ અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પશ્ચિમ રેલવે સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ડાંગ જિલ્લાની ઐતિહાસિક ઓળખ સમાન બીલીમોરા–વઘઈ નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજનો દરજ્જો આપવા સહિત મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અંગે વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

      બીલીમોરા–વઘઈ રેલવે લાઇન આશરે 100 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર છે. આ રેલવે લાઇન ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ અને પ્રવાસન સાથે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ત્યારે આ ઐતિહાસિક રેલવેને હેરિટેજ તરીકે વિકસાવી તેની ઓળખ જાળવવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાંસદ ધવલભાઈ પટેલે રજૂઆત કરી છે.ડાંગ જિલ્લાની ઐતિહાસિક નેરોગેજ ટ્રેનનો લાભ સ્થાનિક નાગરિકો ઉપરાંત સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા વધે તે માટે વધારાના કોચ જોડવા તેમજ રેલવે પ્લેટફોર્મની સ્થિતિમાં સુધારણા કરવા રજૂઆત કરવામાં આવી છે.નેરોગેજ ટ્રેનને હેરિટેજ દરજ્જો મળે અને તેની સાથે આધુનિક સુવિધાઓનો વિકાસ થાય તો ડાંગના પ્રવાસનને નવી દિશા મળી શકે છે. આથી ઐતિહાસિક વારસાની જાળવણી સાથે મુસાફરોની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.ડાંગ જિલ્લા મથક આહવા ખાતે બંધ થયેલું રેલવે રિઝર્વેશન કાઉન્ટર ફરી શરૂ કરવાની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે. હાલ રેલવે ટિકિટના આરક્ષણ માટે સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને તેમને અન્ય સ્થળોએ જવાની ફરજ ન પડે તે માટે કાઉન્ટર પુનઃ શરૂ કરવું જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.ખાસ કરીને ડાંગ જેવા આદિવાસી અને અંતરિયાળ જિલ્લામાં રેલવે સંબંધિત સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બને તો નાગરિકોનો સમય અને મુસાફરી ખર્ચ બચી શકે છે.વલસાડ સંસદીય ક્ષેત્ર હેઠળ આવતા વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ આપવા અંગે પણ સાંસદે પશ્ચિમ રેલવે સમક્ષ રજૂઆત કરી છે.

રેલવે સુવિધાઓમાં વધારો, ઐતિહાસિક નેરોગેજ લાઇનનું સંરક્ષણ, વધારાના કોચ, પ્લેટફોર્મ સુધારણા અને આહવા ખાતે રિઝર્વેશન કાઉન્ટરની પુનઃશરૂઆત જેવા મુદ્દાઓનો સમાવેશ થવાથી સ્થાનિક નાગરિકો તેમજ પ્રવાસીઓને લાભ મળી શકે છે.હવે પશ્ચિમ રેલવે દ્વારા આ રજૂઆતના મુદ્દાઓ પર કેવો પ્રતિસાદ આપવામાં આવે છે અને ડાંગના લોકોની લાંબા સમયથી સંબંધિત સુવિધાઓની માંગણીઓનો ક્યારે અમલ થાય છે, તેના પર સૌની નજર રહેશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો