MORBI:મોરબીમાં આસો નવરાત્રી દરમિયાન નિઃશુલ્ક નેચરોથેરાપી શિબિરનું ભવ્ય આયોજન: 400થી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

મોરબી:શ્રી સનાતન સાધના કેન્દ્ર (નાના ભેલા) દ્વારા પવિત્ર આસો નવરાત્રી નિમિત્તે મોરબી ખાતે 9 દિવસીય નિઃશુલ્ક નેચરોથેરાપી (કુદરતી ઉપચાર) શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિર તા. 11 ઓક્ટોબર 2026 (પ્રથમ નોરતું) થી તા. 19 ઓક્ટોબર 2026 (નવમું નોરતું) સુધી દરરોજ બપોરે 3:00 થી 6:00 દરમિયાન ઓમ શિવ હોલ, લીલાપર કેનાલ રોડ, બોરિયા પાટી સામે યોજાશે. શિબિરનો શુભારંભ શ્રી જીવરાજભાઈ ફૂલતરિયા તેમજ શ્રી લીંબાભાઈ મસોતના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવશે.
આ શિબિરમાં જૂનાગઢના જાણીતા નેચરોપેથ ડો. રેવીનભાઈ પટેલ ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન આપશે. શિબિર દરમિયાન શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો ન થાય તે માટેની જીવનશૈલી તેમજ શરીરમાં રહેલી નાની-મોટી બીમારીઓ અને તકલીફોને કુદરતી રીતે કઈ રીતે મટાડવી તે અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવશે.
આ નિઃશુલ્ક શિબિરમાં અત્યાર સુધીમાં અંદાજે 400 જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી તેમજ સ્વાસ્થ્યપ્રેમી જનતાને આ શિબિરનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શિબિરની વિગત:તારીખ: 11.10.2026 થી 19.10.2026 (નવ દિવસ)સમય: બપોરે 3:00 થી સાંજે 6:00સ્થળ: ઓમ શિવ હોલ, લીલાપર કેનાલ રોડ, બોરિયા પાટી સામે, મોરબીમુખ્ય માર્ગદર્શક: ડો. રેવીનભાઈ પટેલ (જૂનાગઢ) આયોજક: શ્રી સનાતન સાધના કેન્દ્ર, નાના ભેલા













