દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, દિલ્હીમાં કર્ફ્યૂ જેવો માહોલ, ટ્રેનો રદ ૫૭ મેટ્રો સ્ટેશન બંધ !!!

કોકરોચ જનતા પાર્ટીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે સરકાર ‘જેન-ઝી’ થી ડરી ગઈ છે. CJPએ કહ્યું કે દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવી છે. CJPએ શનિવારે જંતર-મંતર પર મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે, પરંતુ આ પ્રદર્શન માટે દિલ્હી પોલીસે પરવાનગી આપી નથી. આ અગાઉ રાજધાની દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગઈ છે. પોસ્ટર જાહેર કરીને CJP એ પ્રદર્શનકારીઓને શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ભેગા થવાની અપીલ કરી છે. CJPના સ્થાપક અભિજિત દીપકે સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો કે, પ્રદર્શનકારીઓને રોકવા માટે લોકોના અવર-જવર પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર Gen Zથી ડરે છે.

અભિજિત દીપકે જણાવ્યું કે, CJPના કાર્યકર્તાઓ શનિવારે જંતર-મંતર પર પ્રદર્શન કરવાની પોતાની યોજના પર મક્કમ છે. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું, ‘જો તમે યુવાનોથી આટલા ડરો છો, તો આખો દેશ જ બંધ કરી દો.’ તેમણે 10 ઑક્ટોબરે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.

CJPના સૌરવ દાસે દેશની વર્તમાન સ્થિતિની સરખામણી ઈમરજન્સી સાથે કરી હતી. તેમણે દાવો કર્યો કે, ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે, તો કેટલાકને ઘરમાં નજરકેદ કરી દેવાયા છે. દાસે કહ્યું, ‘કોઈ ભ્રમમાં ન રહો. દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે અને દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવાયું છે.’

પોલીસે લાઉડસ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરીને નાગરિકોને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને જંતર-મંતર પહોંચશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.

નવી દિલ્હી રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર નૂપુર પ્રસાદે જણાવ્યું કે, નિયમ મુજબ કોઈપણ વિરોધ પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં અરજી કરવાની હોય છે, જ્યારે આ અરજી બહુ ઓછા સમય પહેલાં કરવામાં આવી હતી. અગાઉ પણ CJPને મંજૂરી આપવામાં આવી ત્યારે તેમણે શરતોનું પાલન કર્યું નહોતું, જેથી આ વખતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોતાં પરવાનગી નકારવામાં આવી છે.

રાજધાનીમાં કોઈપણ પ્રકારની અણધારી ઘટના રોકવા માટે અર્ધલશ્કરી દળો સહિત 25 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસે દિલ્હી મેટ્રોને 57 સ્ટેશનો બંધ રાખવા અપીલ કરી હતી, જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદર્શનના નામે મેટ્રો કે ટ્રેનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકી શકાય અને સામાન્ય મુસાફરોને મુશ્કેલી ન પડે તે રીતે સેવાઓ નિયંત્રિત રાખવી જોઈએ.

આંદોલનને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને 9 અને 10 ઓક્ટોબરે દિલ્હી તરફ જતી 13 જેટલી ટ્રેનો રદ કરી છે તથા કેટલીક ટ્રેનોના સમય બદલ્યા છે. આ નિર્ણય સામે વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને સરકાર યુવાનોથી ડરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. માકપા દ્વારા આ પ્રતિબંધો અને ટ્રેનો રદ કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો