સખી મંડળ બહેનોની કલા-સર્જન અને સ્વાવલંબનનો અનોખો સંગમ:હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલનું ભાજપ અગ્રણીઓએ કર્યું લોકાર્પણ.

તારીખ ૧૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આત્મનિર્ભર ગુજરાત અને સ્વાવલંબી નારીશક્તિના સંકલ્પને સાકાર કરતા ગ્રામ હાટ ગુજરાત-લાઇવલીહૂડ અંતર્ગત આજે કાલોલ અને વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલ સ્ટોલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સખી મંડળ બહેનોની કલા, સર્જન અને સ્વાવલંબનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સ્ટોલ પર સખી મંડળની બહેનો દ્વારા હાથે બનાવવામાં આવેલી વિવિધ હસ્તકલાની આકર્ષક વસ્તુઓ, ભરત-ગૂંથણ, અને સંપૂર્ણ સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યાં આ કાર્યક્રમમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ, ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકાના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રતાપસિંહ રાઠોડ,તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર, નરેન્દ્રભાઈ સહિત ભાજપના અન્ય અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. જ્યાં મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ બહેનોના ઉત્પાદનોને બિરદાવ્યા હતા અને નાગરિકોને “સખી મંડળ બહેનોની કળાને પ્રોત્સાહન આપીએ, આત્મનિર્ભરતાને વેગ આપીએ”ના સૂત્ર સાથે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી. આ પહેલથી ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર બનવાની સાથે તેમની કલાને યોગ્ય બજાર મળી રહેશે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો