તારીખ ૧૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર સમગ્ર જિલ્લામાં મતદારયાદીને વધુ ચોક્કસ અને ભૂલરહિત બનાવવા માટે વિશેષ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા હેઠળના તમામ મતદાર નોંધણી અધિકારીઓ (ERO) તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ (AERO) દ્વારા કામગીરી કરવામાં આવશે. જે નાગરિકો મતદાર તરીકે નોંધણી માટે પાત્ર હોવા છતાં હજુ સુધી તેમનું નામ મતદારયાદીમાં સામેલ થયું નથી, તેઓ પણ આ પ્રક્રિયાનો લાભ લઈ શકશે.
આ ઝુંબેશ દરમિયાન કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં તારીખ ૧૧ ઓક્ટોબર ૧૮ ઓક્ટોબર ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ દરેક મતદાન કેન્દ્ર પર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે રવિવારના દિવસે યોજાશે.આ ચારેય દિવસે બુથ લેવલ અધિકારીઓ (BLO) સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પોતાના નિયત મતદાન મથકો પર હાજર રહેશે અને નાગરિકો પાસેથી નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, સુધારા-વધારા અંગેના હક્ક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારશે. સાથે જ મતદારયાદીમાં રહેલી વિગતોની ચકાસણી અને ક્ષતિઓ શોધી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.મહત્વની નોંધ: આ સમયગાળા દરમિયાન SIR પ્રક્રિયા માટે વપરાતું ફોર્મ-6 સાથેનું ડિક્લેરેશન ફોર્મ ઉપયોગમાં લેવાનું રહેશે નહીં. SIR સિવાયના સમયગાળા માટે નિયત કરાયેલા ફોર્મનો જ ઉપયોગ કરવાનો રહેશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.તંત્રએ તમામ પાત્ર નાગરિકોને આ ખાસ કેમ્પનો લાભ લઈ પોતાનું નામ મતદારયાદીમાં અચૂક નોંધાવવા અપીલ કરી છે.

module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;








