મેઘરજની સગીરાને રાજસ્થાનનો યુવક ભગાડી ગયાનો આક્ષેપ, માતાએ નોંધાવી ફરિયાદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજની સગીરાને રાજસ્થાનનો યુવક ભગાડી ગયાનો આક્ષેપ, માતાએ નોંધાવી ફરિયાદ

મેઘરજ તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરા ગુમ થવાના મામલે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવવા માટે માતાએ રજૂ કરેલી હકીકત મુજબ, સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગત 3 ઓક્ટોબર 2026ના રોજ બપોરના સમયે સગીરા સોનલ ઉર્ફે સોના ઘરે હાજર હતી. તે દરમિયાન દાદાનો ફોન આવ્યો હોવાનું કહી લાકડાનો ભારો આપવા જવાનું જણાવી તે મોબાઇલ ફોન લઈને ઘરેથી નીકળી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં તે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.પરિવારજનોએ સગીરાની આસપાસનાં ગામોમાં તેમજ સગાંસંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.ત્યારબાદ પરિવારને જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરી તાલુકાના આંબા ગામનો રાહુલ કટારા સગીરાને પોતાની સાથે લઈ ગયો હોવાનો આક્ષેપ છે.પરિવારજનો રાજસ્થાનમાં સગીરાના સંબંધીને મળવા ગયા ત્યારે રાહુલ સગીરા સાથે લગ્ન કરવાની વાત કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારની એક મહિલા સગાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સગીરા રાહુલ સાથે હોવાનું અને તેને શોધવા નહીં આવવા તથા પોલીસને સાથે નહીં લાવવા જણાવ્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પરિવારજનો દ્વારા સામાજિક રીતે સગીરાને પરત લાવવાના પ્રયાસો કરવા છતાં તે પરત ન આવતાં માતાએ કાયદેસરની તપાસની માંગ કરી છે. ફરિયાદમાં સગીરાની ઉંમર 14 વર્ષથી વધુ હોવાનું અને તે સગીરવયની હોવાની જાણ હોવા છતાં લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો