MORBI મોરબી ધર્મ અલગ, પણ દિલ એક! વિરપરડાના ‘શ્રી રાજ રાજેશ્વરી ગરબી મંડળ’માં ભાઈચારાની અનોખી પરંપરા કોમી એકતાનું અનોખું ઉદાહરણ

MORBI મોરબી ધર્મ અલગ, પણ દિલ એક! વિરપરડાના ‘શ્રી રાજ રાજેશ્વરી ગરબી મંડળ’માં ભાઈચારાની અનોખી પરંપરા કોમી એકતાનું અનોખું ઉદાહરણ

મોરબીના વિરપરડામાં 37 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારો સાથે મળીને ગાય છે માતાજીના ગરબા

નવરાત્રીના પવિત્ર પર્વમાં મોરબી તાલુકાનું વિરપરડા ગામ કોમી એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ રજૂ કરી રહ્યું છે. ગામમાં આવેલું શ્રી રાજ રાજેશ્વરી ગરબી મંડળ છેલ્લા 37 વર્ષથી હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યું છે. અહીં બંને સમાજના પરિવારો સાથે મળીને માતાજીના ગરબાનું આયોજન કરે છે અને નાની બાળાઓ એક જ ચોકમાં સાથે મળીને રાસ-ગરબા રમી ભાઈચારાનો સંદેશ આપી રહી છે.

ડીજે અને આધુનિકતાના યુગમાં પણ વિરપરડાની ગરબી પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રહી છે. અહીં પરંપરાગત રીતે માતાજીના ગરબા ગવાય છે અને શિસ્તબદ્ધ રીતે રાસ રમવામાં આવે છે. ગરબીના આયોજનમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખભેખભા મિલાવીને જવાબદારી નિભાવે છે, જે સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

ગરબીમાં ભાગ લેતી તમામ દીકરીઓને નવરાત્રી પૂર્ણ થયા બાદ સન્માનપૂર્વક પ્રોત્સાહક લહાણીનું વિતરણ કરવામાં આવે છે. આમ, વિરપરડાની આ ગરબી માત્ર ધાર્મિક પરંપરા પૂરતી સીમિત ન રહેતાં પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનું પ્રતીક બની છે.

 

ધર્મના નામે સમાજમાં વિભાજનની વાતો વચ્ચે વિરપરડા ગામની આ અનોખી પરંપરા સમગ્ર સમાજને સંદેશ આપે છે કે ધર્મ ભલે અલગ હોય, પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો સૌને એક તાંતણે બાંધી શકે છે. 37 વર્ષથી અખંડ જળવાઈ રહેલી આ પરંપરા સાચા અર્થમાં કોમી એકતાની મિસાલ બની રહી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો