RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: જામનગરના ૮૦ લાખના પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીઓ ઝબ્બે

RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: જામનગરના ૮૦ લાખના પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીઓ ઝબ્બે

જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા રૂ. ૮૦ લાખના વિદેશી દારૂના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓને રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા છે.

​રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગુનો આચરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જ પીઆઈ શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ અને સ્ટાફની ટીમ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ દ્વારા વોચ ગોઠવી રહી હતી.

​દરમ્યાન પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના વનરાજભાઇ મકવાણા, સંદિપસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા અને ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લાલપુર પોલીસ સ્ટેશનમાં SMC દ્વારા નોંધાવેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મોટા કાલાવડ ગામ પાસે આવેલા ચાર પાટીયા પાસેથી ઝડપી લેવાયા હતા.ઝડપાયેલા આરોપીઓ:૧. દિલીપ સાજણભાઇ વારોતરીયા (રહે. મોટા કાલાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)

૨. અનીલ માલદેભાઇ કનારા (રહે. મોટા કાલાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)​બંને આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો