કેશોદના અજાબ ગામે તથા આજુ બાજુના ગામડાના લોકોને સામાન્ય રિતે ઘર આંગણે નિદાન અને સારવાર નિ સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી પટેલ સમાજ અજાબ ખાતે કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે ૯૫ દર્દીઓ એ નિદાન તેમજ યોગ્ય થેરાપી અને ખાન પાન વિષે માહિતી મેળવી હતી અને આ કેમ્પમાં ગુજરાત ના ખ્યાતનામ યુવા ડો.સિધ્ધાર્થ શાહ અને તેમની પુરી ટીમ હાજર રહ્યા હતા અને દર્દીઓને તપાસ્યા હતા ગામ તથા બહાર ના દર્દી ઓ અને સાથે આવનાર બધા માટે સરપંચ મગનભાઈ અધેરા એ ચા નાસ્તાની સંપુર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેમજ યુવાન મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કોય પણ કેન્સર પિડિત દર્દીઓ એ ગમે ત્યારે કોઈ મદદ ની જરૂરિયાત જણાય તો ૨૪/૭ ફોન કાર્યરત હોય છે માહીતી અને મદદ મલશે તેવું સરપંચ મગનભાઈ અધેરા દ્વારા જણાવવામાં આવ્યું છે કેમ્પ ને સફળ બનાવવા યુવા મિત્રો એ ખુબજ સરસ મહેનત કરી સફળ બનાવ્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 








