MORBI:મોરબીમાં આહીર સેના દ્વારા ભવ્ય ‘શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬’નો શુભારંભ

MORBI:મોરબીમાં આહીર સેના દ્વારા ભવ્ય ‘શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬’નો શુભારંભ

મોરબીમાં આહીર સેના મોરબી જિલ્લા દ્વારા ‘શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬’નું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે તા. ૧૧ ઓક્ટોબર, રવિવારથી શરૂ થયેલો આ મહોત્સવ તા. ૧૯ ઓક્ટોબર, સોમવાર સુધી ધામધૂમપૂર્વક ઉજવાશે.

આ મહોત્સવનો શુભારંભ ગઇકાલે તા. ૧૧ ઓક્ટોબરના રોજ ભવ્ય દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ જાણીતા કલાકારોના સુરે ગરબાની જમાવટ જોવા મળી હતી અને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. માતાજીની આરાધના અને ભક્તિભાવ સાથે યોજાયેલા આ ઉત્સવમાં સમગ્ર આહીર સમાજના લોકોને ગરબાની રમઝટ માણવા માટે આયોજકો તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજનને સફળ બનાવવા આહીર સેના મોરબી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો