સંયુક્ત રાષ્ટ્રના વેપાર અને UNCTADએ વૈશ્વિક અર્થતંત્ર અંગે ચેતવણી આપી

દુનિયા સંકટમાં છે, ગ્લોબલ ઇકોનોમીના ગ્રોથને કારણે વેસ્ટ એશિયામાં તણાવની બહુ જ ખરાબ અસર જોવા મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના વેપાર અને UNCTAD Warning Global Economyએ આ ચેતવણી આપી છે. તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે કે, મધ્ય-પૂર્વમાં ટેન્શન વચ્ચે એનર્જી સંકટ મોટો ખતરો બન્યું છે અને તેનાથી વિશ્વની અર્થવ્યવસ્થા પર દબાણ બની રહ્યું છે, જે અંતર્ગત ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ રેટ ગયા વર્ષના 2.9%થી ઘટીને 2.6% રહી શકે છે.

UNCTADના જણાવ્યા પ્રમાણે, વેસ્ટ એશિયા સંઘર્ષને કારણે ઉત્પન્ન થયેલા એનર્જી સંકટની ખરાબ અસર દુનિયાની ઇકોનોમિક ઝડપ પર પડે છે. તેણે વેપાર અને વિકાસ રિપોર્ટમાં ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ રેટ ગત વર્ષના 2.9%થી ઘટીને આ વર્ષે 2.6% રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ, વસ્તુઓ અને સેવાઓના વૈશ્વિક વેપારમાં આ વર્ષે સ્થિર કિંમતો પર 4%ની વૃદ્ધિ થવાની શક્યતા છે. જો કે, વેપારમાં અનુમાનિત વૃદ્ધિનો મોટાભાગનો હિસ્સો હાઇ એનર્જી કોસ્ટના કારણે થવાની આશા છે.

ભૂરાજનીતિક જોખમોમાં વધારો, વૈશ્વિક વેપારની પેટર્નમાં બદલાવ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના ઉછાળા સાથે જોડાયેલા નાણાકીય જોખમોની ચિંતા વચ્ચે UNCTADનું અનુમાન આવ્યું છે.

UNCTADએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2026માં વૈશ્વિક આર્થિક વિકાસમાં એશિયાનું યોગદાન 59% રહેવાનું અનુમાન છે. જેમાં ભારતની ગ્રોથ રેટ સૌથી વધુ 7.3% રહેશે. આ સિવાય ચીનની 4.5% અને ઇન્ડોનેશિયાની 5.2% રહેવાની આશા છે. આ અનુમાન વેસ્ટ એશિયા સંકટ અને ઊર્જાના ભાવવધારાથી વ્યાપક અર્થવ્યવસ્થા પર પડી રહેલા દબાણ વચ્ચે ગ્લોબલ ગ્રોથને સમર્થન આપવામાં એશિયાની ભૂમિકાને રજૂ કરે છે.

રિપોર્ટમાં અમેરિકા-ચીન વચ્ચે તણાવ ચાલુ રહેવાથી વેપાર બદલાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. UNCTADએ કહ્યું કે, 2024થી ચીન અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે વેપારમાં 20% જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે પૂર્વી એશિયા અને ચીન અને ઉત્તર અમેરિકા બંને સાથે વેપારનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

એજન્સી તરફથી ચેતવણી આપવામાં આવી છે કે, વેપાર અને રોકાણ પર લાગેલા પ્રતિબંધોને કારણે નવી કંપનીઓ માટે પ્રવેશ કરવો અઘરો બની રહ્યો છે. UNCTADના જણાવ્યા પ્રમાણે, નિર્યાત નિયંત્રણ, રોકાણની તપાસ અને સપ્લાય ચેનની સ્તિતિ નવી એન્ટ્રી લેનારા બિઝનેસ માટે જટીલ બની રહ્યું છે.

ઊર્જાના ભાવને લઈને અમેરિકા-ચીન વચ્ચે તણાવના અસરનો ઉલ્લેખ કરતા એજન્સીએ AIના વધતા ઉપયોગથી વેપારની તક અને નાણાકીય જોખમો અંગે આગાહી કરી છે. UNCTADના જણાવ્યા પ્રમાણે, સેમિકન્ડક્ટર સહિત AIથી સંબંધિત ઉત્પાદન, માલ વેપારના મુખ્ય ચાલક સ્વરૂપે ઊભરી આવ્યો છે. જો કે, એઆઈ સાથે જોડાયેલા વેપારમાં ગ્રોથનો મતલબ એ નથી કે, વ્યાપક વિકાસમાં જાતે જ લાભ થઈ જાય.

રિપોર્ટમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, એઆઈની વધતી લોકપ્રિયતા નાણાકીય સ્થિરતા માટે જોખમ પેદા કરી શકે છે. કારણ કે બજાર ઝડપથી કોઈ કંપનીઓ પર નિર્ભર થઈ રહ્યા છે. જો કે, એજન્સીએ આ કંપનીઓના નામ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો