રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ અને ભાજપ-RSS પર આકરા પ્રહારો કર્યા, ફરી આંદોલન કરવાની જાહેરાત કરી

કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના ત્રણ આગેવાનોની અટકાયત બાદ હવે આ આંદોલન વધુ તેજ બન્યું છે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે વિરોધ પ્રદર્શન અટકશે નહીં. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાએ પણ જાહેરાત કરી છે કે INDIA ગઠબંધન અને દેશના યુવાનો ફરીથી રસ્તા પર ઊતરીને દેશભરમાં અવાજ ઉઠાવશે.

અભિજીત દીપેકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની અટકાયત કરવામાં આવ્યા પછી CJPના વિરોધ પ્રદર્શનની કમાન અજિંક્ય શિંદેને સોંપવામાં આવી છે. તેમણે જાહેરાત કરી છે કે રવિવારે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને લડત આગળ ધપાવવામાં આવશે.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જણાવ્યું કે, ‘અમિત શાહની દિલ્હી પોલીસ ગુંડાગીરી પર ઊતરી આવી છે અને RSS-BJP ને મહિલાઓ તેમજ યુવાનો પર હિંસા કરવાની છૂટ આપી રહી છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર જનતાને જેટલી દબાવશે, Gen Z અને વિદ્યાર્થીઓનો આક્રોશ એટલો જ વધશે.’

રાહુલે જાહેરાત કરી કે, ‘12 ઓક્ટોબરે કોંગ્રેસ, સમગ્ર INDIA ગઠબંધન અને યુવાનો મોટી સંખ્યામાં માર્ગો પર ઊતરશે. તંત્ર ભલે 10000, 20000 કે 40000 પોલીસકર્મીઓ અને ભાજપ-RSS ના લોકોને બોલાવી લે, અમે ડરવાના કે પાછળ હટવાના નથી. સોમવારે મુખ્ય ન્યાયાધીશને મળીને રજૂઆત કરાશે કે દિલ્હીમાં બંધારણ અને લોકતંત્ર કચડાઈ રહ્યું છે ત્યારે કાયદાના રક્ષકો ચૂપ બેસી ન શકે.’ તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ વિરોધીઓને સારી રીતે ઓળખે છે અને હવે તેમની પકડ ઢીલી પડી રહી છે.

કોંગ્રેસ બુધવારથી શુક્રવાર સુધી દિલ્હીમાં આંદોલન કરી રહી હતી. જોકે, શનિવારે જ્યારે CJP એ જંતર-મંતર પર વિરોધ કરવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું ત્યારે કોંગ્રેસે પ્રત્યક્ષ રીતે આંદોલનથી અંતર રાખ્યું હતું. જોકે પક્ષે નિવેદનો દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. તે દિવસે વિપક્ષી નેતા ચેન્નાઈમાં આયોજિત વિદ્યાર્થીઓના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો