નેપાળમાં નદીમાં વિનાશક પૂર આવતા 6 જેટલા બ્રિજ વહી ગયા

નેપાળમાં બુઢી ગંડકી નદીના વધતા જળસ્તરને કારણે ફરી પૂરનું જોખમ ઊભું થયું છે. ગોરખા જિલ્લાના આરુઘાટ વિસ્તારમાં નદીનું પાણી ભયજનક સપાટીથી ઉપર પહોંચ્યું હોવાના અહેવાલ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ નદીકાંઠાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. આ દરમિયાન સામે આવેલા એક વીડિયોમાં બુઢી ગંડકી નદીના ધસમસતા પ્રવાહમાં ઐતિહાસિક સેતુ તણાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સેતુને થયેલા નુકસાન અંગે સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

આ પુરના કારણે દોભાન, ઘટ્ટેખોલા, જગત, સલ્લેરી, ચુમાનુબરી અને ધાર્ચે ગામમાં ભારે નુકસાન થયું છે. બીજી તરફ ચુમાનુબરીથી ન્યાકચેત-સિર્દિબાસને જોડતો પુલ પણ પુરમાં વહી ગયો હતો. આ અંગે ગોરખા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રકુમાર મિશ્રએ જણાવ્યું કે વહેલી સવારે 4 વાગ્યે આવેલા પુરમાં આશરે 100 ઘર વહી ગયા હોવાનું અનુમાન છે. આ ઉપરાં નાના-મોટા 6 થી વધારે પુલ વહી ગયા છે અથવા તો ક્ષતિગ્રસ્ત થયા છે. રેસક્યુઓપરેશન ચાલી રહ્યું છે. હાલ જાનમાલના નુકસાન અંગેના ચોક્કસ આંકડા અંગે માહિતી નથી.

નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ નદીમાં પૂર આવવાની આશંકા વચ્ચે ચેતવણી જાહેર કરી છે. પ્રાધિકરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે ચુમનુબ્રી ગ્રામીણ નગરપાલિકા-6 તરફથી બુઢી ગંડકી નદીમાં પૂરનું પાણી આવી રહ્યું છે. આથી આરુઘાટથી ત્રિશૂલી દોભાન સુધી નદીના કિનારે ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. નદીનું પાણી ઘટે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નદીકાંઠે જવાનું ટાળવા જણાવાયું છે. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સલામત ઊંચાણવાળા સ્થળે જવા પણ અપીલ કરવામાં આવી છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતો હોય ત્યારે અચાનક પૂર આવવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં નદીકાંઠે જવું જોખમી બની શકે છે અને જાનમાલને નુકસાન થવાની આશંકા રહે છે.

નેપાળમાં ફરી પૂરનું જોખમ ઊભું થતાં અગાઉની વિનાશક કુદરતી આફતની યાદ તાજી થઈ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટના અંતમાં આવેલી ભયાનક પુરમાં 1,400થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 6,000થી વધુ લોકો ગુમ હોવાનું જણાવાયું હતું. જોકે, આ આંકડાઓની સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે. 26 ઓગસ્ટે રસુવા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોમાંથી શરૂ થયેલી આ આફતની અસર બાદમાં નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ સુધી પહોંચી હતી. પૂરથી નેપાળના માર્ગો, પુલો અને અન્ય પાયાના માળખાને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ હતા.

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિમાલયના પ્રદેશમાં વધી રહેલા કુદરતી જોખમોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હાલ બુઢી ગંડકી નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું અને પાણીનો પ્રવાહ જોવા માટે નદીકાંઠે જવાનું ટાળવા અપીલ કરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો