કઠલાલના કઠાણામાં વીજ કરંટ લાગતા બે યુવાનોના કરુણ મોત: પાણીની કુંડી સાફ કરતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક ગંભીર

તસ્વીર: કુંજન પાટણવાડીયા

કઠલાલ તાલુકાના કઠાણા ગામ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં આવેલી પાણીની કુંડી (ટાંકી) સાફ કરતી વખતે અકસ્માતે લોખંડનો સળિયો હાઈટેન્શન મેઈન વીજ લાઇનને અડી જતાં ત્રણ લોકોને જોરદાર કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, કઠાણા ગામના સીમ વિસ્તારમાં ખેતરમાં આવેલી પાણીની ટાંકી સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. સફાઈ દરમિયાન ઉપયોગમાં લેવાતો લોખંડનો લાંબો સળિયો ખેતર ઉપરથી પસાર થતી મુખ્ય વીજ લાઇન સાથે અડી ગયો હતો. ક્ષણવારમાં જ વીજ પ્રવાહ સળિયા મારફતે ફેલાઈ જતાં કામ કરી રહેલા ત્રણેય યુવાનો કરંટની ઝપેટમાં આવી ગયા હતા.
​દિનેશભાઈ બાદરજી બારૈયા અને
​મહેશકુમાર અરજણભાઈ ગોહિલ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા તથા તખતસિંહ ગુલાબસિંહ સોલંકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત તખતસિંહ સોલંકીને તાબડતોબ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો